ભાવનગર : પરંપરાગત નીકળતી રથયાત્રાની તડામાર તૈયારીનો આજથી શુભારંભ કરાયો

0
0

ભાવનગર શહેરમાં દરવર્ષે પરંપરાગત નીકળતી રથયાત્રાની તડામાર તૈયારીનો આજથી શુભારંભ કરાયો છે. જેમાં ભાવનગર શહેરના સુભાષનગર ખાતે આવેલ ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે જગન્નાથજી ની રથયાત્રા પહેલા એક માસ અગાઉ ધ્વજારોહણ અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષ થી ભાવનગર શહેરમાં ગુજરાતના બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા નિમિત્તે સરકારની ગાઈડલાઇનના પાલન સાથે પૂજન વિધિ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે આ વર્ષે જગન્નાથ પુરીમાં રથયાત્રા દર્શનાર્થીઓ વિના માત્ર 3 રથ સાથે કાઢવાનું નક્કી કરાયું છે. એ જ પ્રમાણે અમદાવાદની રથયાત્રા પણ માત્ર 3 રથ સાથે જ કાઢવા તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજી રથયાત્રાનું ભાવનગર શહેરમાં આયોજન થાય છે.

શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે પૂજન વિધિ કરવામાં આવી હતી. પરંપરા મુજબ દર વર્ષે રથયાત્રા પહેલા એક માસ અગાઉ ધ્વજારોહણ અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે અષાઢ સુદ બીજના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના સુભાષનગર મંદિરે સાધુ-સંતોના વરદ હસ્તે મંદિરમાં જ્યાં ભગવાનનો રથ બિરાજમાન છે, ત્યાં સરકારની ગાઈડલાઇનના પાલન સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ પણ સંપન્ન કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here