Wednesday, September 29, 2021
Homeભાવનગર : સરદારનગર ઓડીટોરીયમના ભાડામાં 30 ટકાનો ઘટાડો
Array

ભાવનગર : સરદારનગર ઓડીટોરીયમના ભાડામાં 30 ટકાનો ઘટાડો

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજે ગુરૂવારે સરદારનગર ખાતે ઓડીટોરીયના ભાડામાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સ્ટેન્ડીંગની બેઠકમાં મોટાભાગના ઠરાવને બહાલી આપવામાં આવી છે, જયારે એક ઠરાવને પેન્ડીંગ રાખવામાં આવ્યો છે.

મહાનગરપાલિકામાં આજે ગુરૂવારે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક બંધ બારણે મળી હતી, જેમાં સરદારનગર ખાતે આવેલ ઓડીટોરીયમનુ ભાડુ ૩૦ ટકા ઘટાડવાનો નિર્ણય અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યો હતો. આ ઓડીટોરીયમનુ ભાડુ વધુ છે તેથી ઘણા સમયથી ભાડુ ઘટાડવા માટે કલાકારો સહિતે માંગણી કરી હતી. આ માંગણી ઉપરાંત કોરોના મહામારીના પગલે ઓડીટોરીયમનુ ભાડુ ઘટાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. મહાપાલિકામાં કોન્ટ્રાકટરો પાસેથી પ ટકા ડીપોઝીટ લેવામાં આવે છે પરંતુ કોરોના મહામારીના પગલે રાજ્ય સરકારે કોન્ટ્રાકટરોના હિતમાં ૩ ટકા ડીપોઝીટ લેવા જણાવેલ છે, જેના પગલે પ ટકાના બદલે ૩ ટકા ડીપોઝીટ લેવામાં આવશે. ર ટકા ડીપોઝીટ કોન્ટ્રાકટરોને પરત આપવામાં આવશે તેમ જાણવા મળેલ છે તેથી કોન્ટ્રાકટરોને રાહત થશે. સરદારબાગમાં વિવિધ પ્રકારની ફી ઉઘરાવવા માટે એજન્સીને કામ આપવાનો ઠરાવ હતો પરંતુ હાલ આ ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે.

સ્ટેન્ડીંગની બેઠકમાં રૂ. ૩,૬૬,૦૦,૦૦૦ના ખર્ચથી સફાઈ માટેના બે સ્વીપીંગ મશીન ખરીદવાના ઠરાવને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગત ૧ જાન્યુઆરી ર૦૧૬ થી તા. ૩૦ એપ્રિલ ર૦૧૭ સુધીના સાતમા પગાર પંચ મુજબના પગાર તફાવતની રકમ ચુકવવા પુનઃ વિચારણા કરી આ એરીયર્સની રકમ ૧૬ હપ્તામાં ચુકવવા મંજુરી આપવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક કામની સમય મર્યાદા વધારવા સહિતના જુદા જુદા ૪૧ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. કેટલાક ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી મંજુર કરવામાં આવ્યા હતાં. સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં જુદા જુદા કામની ચર્ચા કરવામાં આવી હતી.

એરીયર્સની રકમ આપવાનો નિર્ણય કરાતા કર્મચારીઓમાં આનંદની લાગણી

ભાવનગર મહાનગરપાલિકામાં ગત ૧ જાન્યુઆરી ર૦૧૬ થી તા. ૩૦ એપ્રિલ ર૦૧૭ સુધીના સાતમા પગાર પંચ મુજબના પગાર તફાવતની રકમ ચુકવવા પુનઃ વિચારણા કરી આ એરીયર્સની રકમ ૧૬ હપ્તામાં ચુકવવા આજે ગુરૂવારે સ્ટેન્ડીંગમાં નિર્ણય કરવામાં આવ્યો હતો તેથી કર્મચારીઓમાં આનંદની લાગણી ફરી વળી છે. આ બાબતે મહાપાલિકાના કર્મચારી યુનીયન દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી હતી. માંડ માંડ પ્રશ્ન હલ થતા કર્મચારીઓ ગેલમાં આવી ગયા હતાં. આ નિર્ણયને ભાવનગર મ્યુનિસિપલ નોકરીયાત સભા, મહાનગરપાલિકા ભારતીય મઝદુર સંઘ તથા સંયુકત યુનિયન સમિતીના સભ્યોએ મનપામાં નારા લગાવી આવકાર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments