Saturday, September 18, 2021
Homeગુજરાતભાવનગર : 16 પેસેન્જર અને મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં સીઝન ટિકિટ ધારકોને મુસાફરી...

ભાવનગર : 16 પેસેન્જર અને મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં સીઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી

યાત્રિયોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ 15 સપ્ટેમ્બર, 2021થી ભાવનગર ડિવિઝનની 16 પેસેન્જર અને મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં સીઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપી છે.

ટ્રેનોની વિગતવાર માહિતી

1. ટ્રેન નં. 09574/09573 પોરબંદર-રાજકોટ-પોરબંદર મેલ/એક્સપ્રેસ2. ટ્રેન નં. 09514/09513 વેરાવળ-રાજકોટ-વેરાવળ પેસેન્જર3. ટ્રેન નં. 09528/09527 ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર પેસેન્જર4. ટ્રેન નં. 09572/09503 ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર પેસેન્જર5. ટ્રેન નં. 09534/09533 ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર પેસેન્જર6. ટ્રેન નં. 09512/09511 ભાવનગર-પાલિતાણા-ભાવનગર પેસેન્જર7. ટ્રેન નં. 09525/09526 ભાવનગર-મહુવા-ભાવનગર મેલ/એક્સપ્રેસ8. ટ્રેન નં. 09292/09291 અમરેલી-વેરાવળ-અમરેલી પેસેન્જર

સિઝન ટિકિટ ધારકોને રિવૈલિડેશન સિવાય માત્ર માસિક ધોરણે સિઝન ટિકિટ જારી કરવામાં આવશે. લોકડાઉન પહેલા જે મુસાફરોની સિઝન ટિકિટની અવધિ બાકી હતી, તેમને 15 સપ્ટેમ્બર, 2021થી બાકીના સમયગાળા માટે વિસ્તરણનો લાભ આપવામાં આવશે. આ માટે મુસાફરોને જૂની સિઝન ટિકિટ બુકિંગ કાઉન્ટર પર રજૂ કરીને નવી સિઝન ટિકિટ જારી કરાવવી પડશે. મુસાફરોને વિનંતી છે કે, મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય વહીવટ દ્વારા જારી કરાયેલા COVID-19 પ્રોટોકોલનું પાલન કરવું તેમ વરિ.મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments