Tuesday, September 21, 2021
Homeભાવનગર : પાલિકાએ છેલ્લા બે દિવસમાં રૂ.1.30 કરોડ કરવેરાના વસુલ્યા
Array

ભાવનગર : પાલિકાએ છેલ્લા બે દિવસમાં રૂ.1.30 કરોડ કરવેરાના વસુલ્યા

ભાવનગર મહાનગર પાલિકાએ શનિ-રવિની રજાના છેલ્લા બે દિવસમાં મિલ્કત વેરો સ્વિકારવાનું શરૂ રાખતાં રજાના દિવસોમાં પણ કરદાતાઓએ રૂ.1.30 કરોડનો બાકી વેરો ભર્યો હતો. મનપાને મિલ્કતવેરાની સારી આવક થઇ હતી. ઘણા કરદાતાઓએ મિલ્કત વેરો ભરી રીબેટ યોજનાનો લાભ લીધો હતો. એપ્રિલ માસમાં મિલ્કત વેરો ભરનારને 10 ટકા રીબેટ મળશે અને ઓનલાઈન પેમેન્ટ કરનારને વધુ 2 ટકા રીબેટ મળશે. તેનો લાભ લીધો હતો. અત્યાર સુધીમાં મનપાને આશરે રૂ.9.28 કરોડની આવક થઈ હોવાનું જાણવા મળેલ છે.

રવિવારે આશરે 1400 કરદાતાએ રૂ.50 લાખનો વેરો ભર્યો

આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ પણ સ્વિકારવામાં આવ્યુ હતું. બે દિવસની રજામાં મહાપાલિકાને મિલ્કત વેરાની રૂ. 1.30 કરોડની આવક થઈ હતી. અને આશરે 3350 કરદાતાએ મિલ્કત વેરો ભર્યો હતો. ગત શનિવારે આશરે 1950 કરદાતાએ રૂ. 80 લાખનો મિલ્કત વેરો ભર્યો હતો. જેમાં આશરે 1050 કરદાતાએ રૂ. 42 લાખનો ઓનલાઈન વેરો ભર્યો હતો. જ્યારે આજે રવિવારે આશરે 1400 કરદાતાએ રૂ.50 લાખનો વેરો ભર્યો હતો.

અત્યાર સુધીમાં મનપાને આશરે રૂ.9.28 કરોડની આવક થઈ

જેમાં 750 કરદાતાએ રૂ. 27 લાખનો ઓનલાઈન વેરો ભર્યો હતો. રજાના દિવસોમાં પણ વેરો ભરવા મનપાની કચેરીએ કતાર લાગી હતી. રીબેટ યોજનાનો કરદાતાઓ હાલ લાભ મેળવી રહ્યા છે. શહેરના બાકી કરદાતાઓને દર વર્ષની માફક ચાલુ વર્ષની આકર્ષક રીબેટ યોજનાનો તથા જુની કરપદ્ધતિમાં ચાર વર્ષની તથા વ્યાજ માફીની સ્કીમનો સત્વરે લાભ લઇ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ (પૂર્વ તથા પશ્ચિમ) ખાતેની કેશબારીઓએ અથવા મહાનગરપાલિકાની વેબસાઇટ પર વેરો ભરપાઇ કરવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં મનપાને આશરે રૂ.9.28 કરોડની આવક થઈ હોવાનુ જાણવા મળેલી છે.

એપ્રિલ મહિનામાં 10 ટકા અને મે મહિનામાં 5 ટકા સ્કીમ મૂકવામાં આવી

ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેને ધીરુ ઘામેલીયાએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં 10 ટકા અને મે મહિનામાં 5 ટકા સ્કીમ મૂકવામાં આવી છે. એપ્રિલ મહિનામાં જે લોકો એડવાન્સ ટેક્સપ્રેયર છે. તેને રિબેટનો લાભ મળવો જ જોઈએ. જાહેર રજાના દિવસોમાં ખાસ કરીને જો શનિ-રવિ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. શનિવારે 80 લાખ રૂપિયા અને રવિવારે 50 લાખ રૂપિયાનો વેરો લોકોએ ભર્યો હતો. અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને કુલ 9.28 લાખની આવક થઈ ચૂકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments