Wednesday, January 19, 2022
Homeગુજરાતભાવનગર : વડાપ્રધાનની સુરક્ષા મામલે ધરણા-પ્રદર્શનનું આયોજન કર્યુ

ભાવનગર : વડાપ્રધાનની સુરક્ષા મામલે ધરણા-પ્રદર્શનનું આયોજન કર્યુ

ભાવનગર શહેર ભાજપ દ્વારા ક્રેસન્ટ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબમાં રસ્તો રોકવાની ઘટનાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરાયું હતું.

તાજેતરમાં પંજાબમાં એક વિરોધી ટોળું વડાપ્રધાનના કાફલાની ખૂબ નજીક આવી ગયું હતું. જેમાં SPGએ ત્વરિત કાર્યવાહી કરીને વડાપ્રધાનના કાફલાને પરત ફરવું પડ્યું હતું. શક્તિશાળી નેતાઓમાંના એક એવા તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાના જ દેશમાં અઘટિત ઘટના બનતાં તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા આજે ક્રેસન્ટ સર્કલ, મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

 

આ ધરણા કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીઓ સહિત સમગ્ર શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરિષ્ઠ અગેવાનો, પ્રદેશ કારોબારીના સદસ્યો, શહેર સંગઠનના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, દરેક વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular