ભાવનગર : મનપાનું મેયર પદ ન મળતાં વર્ષાબા ધ્રુસકે-ધ્રુસકે રડ્યા

0
5

ભાવનગર મહાનગરપાલિકાના મેયર પદના નામની જાહેરાત ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. મેયરના નામની જાહેરાત થતાં જ ભાજપમાં વિખવાદ હોવાનું બહાર આવ્યું હતું. મેયર પદ માટે કીર્તિબેન દાણીધારીયાનું નામ જાહેર થતાં જ વર્ષાબા પરમાર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. વર્ષાબાએ મીડિયાને જણાવ્યું હતું કે, મારી સાથે અન્યાય થયો છે. પ્રથમ અઢી વર્ષ સામાન્ય સીટને હોવા છતાં કીર્તિબેનને મેયર બનાવવામાં આવ્યા છે. મારી સાથે કાયમ આવું થાય છે. આ બધુ જીતુભાઈએ કર્યું છે.

ભાવનગર વોર્ડ નં.10 કાળિયાબીડ સીટ પરથી વર્ષાબા પરમાર જીત્યા છે

ભાવનગર વોર્ડ નં.10 કાળિયાબીડ સીટ પરથી વર્ષાબા પરમાર જીત્યા છે

હું રાજીનામું આપું છું

વર્ષાબા પરમારે જણાવ્યું હતું કે, આ બેઠક સામાન્ય મહિલા માટે હતી પરંતુ બક્ષીપંચને મેયર બનાવવામાં આવ્યા છે. જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે પેનલ તોડશે તેને નાની કમિટિમાં પણ સ્થાન આપવામાં આવશે નહીં, પણ જીતુભાઈએ કીર્તિબેન દાણીધારીયાનું નામ લખ્યું છે, એટલે આ બધુ જીતુભાઈએ જ કર્યું છે. પહેલાથી મારી સાથે અન્યાય થતો આવ્યો છે. પાર્ટી હરહંમેશ મારી સાથે અન્યાય કરે છે. હું રાજીનામું આપું છું. નોંધનીય છેકે, ભાવનગર વોર્ડ નં.10 કાળિયાબીડ સીટ પરથી વર્ષાબા પરમાર જીત્યા છે.

મેયર પદે કીર્તિબેન દાનીધારીયાની વરણી કરવામાં આવી

મેયર પદે કીર્તિબેન દાનીધારીયાની વરણી કરવામાં આવી

મેયર પદ માટે કીર્તિબેન દાણીધારીયાની વરણી

ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ મહિલા અનામત હોવાથી આજે પ્રથમ યોજાનાર બેઠકમાં મેયર, ડે.મેયરની ચુંટણી અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મેયર પદે કીર્તિબેન દાનીધારીયા, ડેપ્યુટી મેયર પદે કુમાર શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પદે ધીરુભાઈ ધામેલીયાના નામની પસંદગી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here