હાથરસ મુદ્દે સુરતમાં ભીલીસ્થાન ટાઈગર સેનાએ ક્લેક્ટરને આવેદનપત્ર આપી, યુપીના મુખ્યમંત્રીને બંગડીઓ મોકલાવી

0
36

ઉત્તરપ્રદેશના હાથરસમાં દુષ્કર્મ અને હત્યાના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પણ જોવા મળી રહ્યાં છે. ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ન્યાયિક રીતે તટસ્થ તપાસ થાય અને આરોપીઓને આકરામાં આકરી સજા મળે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને બંગડીઓ મોકલીને રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. પીડિત પરિવારને ન્યાય ન અપાવી શકો તો બંગડીઓ પહેરી લેજો તેવી નારેબાજી કરવામાં આવી છે. ભીલીસ્થાન ટાઈગર સેનાના પ્રમુખ વિજયભાઈ વસાવાએ જણાવ્યું છે કે, યોગી આદિત્યનાથની સરકારમાં સુશાસન ખોરવાયું છે. માટે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. સરકાર સ્ત્રીઓની સુરક્ષાના મુદ્દે નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપ પણ વધુમાં લગાવવામાં આવ્યાં છે.

અભિયાનો કાગળ પર રહી ગયા

ભીલીસ્થાન ટાઈગર સેનાએ જણાવ્યું હતું કે, દેશમાં વધતી જતી આ પ્રકારની દુર્ઘટનાઓને લઈને એકવાત ચોક્કસ કહી શકાય તેમ છે કે, બેટી બચાવો બેટી પઢાવો જેવા અભિયાનો માત્ર કાગળ પર જ રહી ગયા છે. સરકાર દ્વારા આ પ્રકારની ગંભીર ઘટનાઓ બની રહે તે પ્રકારે જ કામ કરવામાં આવી રહ્યું છે.

નિષ્પક્ષ તપાસ થવી જોઈએ

હાલ પીડિત પરિવારને ધમકાવવામાં આવી રહ્યો હોવાનું જણાવતાં ભીલીસ્થાન ટાઈગર સેનાએ કહ્યું કે, સરકારે દલિતોની કે દીકરીઓની સુરક્ષા ન કરી શકે તો તેમણે બંગડીઓ પહેરી લેવી જોઈએ. નિષ્પક્ષ તપાસ ન થાય તો બંગડીઓ પહેરી લેવા માટે અમે કુરિયર પણ કરવાના છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here