Monday, May 23, 2022
Homeભિલોડા : ગ્રામસભામાં સભ્યએ મહિલા સરપંચને અડપલાં કર્યા
Array

ભિલોડા : ગ્રામસભામાં સભ્યએ મહિલા સરપંચને અડપલાં કર્યા

- Advertisement -

મોડાસા: ભિલોડા તાલુકાની ધંબોલીયા ગૃપ ગ્રામપંચાયતની સામાન્ય સભા બાદ ગામના જ મહિલા સરપંચ સાથે ઝપાઝપી કરી વિકાસના કામો નહી કરવા દઉ તેમ કહી પંચાયતના સભ્યે મહિલા સરપંચ સાથે અડપલાં કરી તેને અને તેને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા સરપંચે 181 મહિલા અભયમની મદદ માંગી હતી ફફડી ઉઠેલી મહિલાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
ભિલોડા તાલુકાની ધંબોલીયા ગૃપ ગ્રામ પંચાયત સામાન્ય સભા શનિવારે 12 કલાકે રાખવામાં આવતા પંચાયતના મહિલા સરપંચ અને પંચાયતના સદસ્યો અને તલાટી હાજર રહ્યા હતા. દરમ્યાન સભા પૂર્ણ થયા બાદ પંચાયતનો સભ્ય હિતેશ સુરજીભાઇ નિનામા (પંચાયત સભ્ય) ગ્રામ પંચાયતમાં આવ્યો હતો અને અરજીમાં લખાણ કરી રહ્યો હતો. મહિલા સરપંચે ઉપરોક્ત સભ્યને અરજી કરવા પાછળનું કારણ પૂછતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને જાહેરમાં મહિલા સરપંચ સાથે અડપલાં કર્યા હતા. આથી હેબતાઇ ગયેલી મહિલા સરપંચ સામો પ્રતિકાર કરે તે પહેલા સભ્ય મહિલાને ધમકી આપતા કહેવા લાગ્યો હતો કે ગ્રામ પંચાયતની વિકાસની ગ્રાન્ટ વાપરવા નહી દઉ તેમ કહી મહિલા સરપંચ અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફફડી ઉઠેલા મહિલા સરપંચ 181 મહિલા અભયમનો સંપર્ક કર્યો હતો. મહિલાને અભયમના ચેતનાબેન ચૌધરી મહિલા સરપંચને શામળાજી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા હતા. જો કે સભ્ય મહિલા સરપંચ તેમજ ગ્રામ પંચાયતના અન્ય સદસ્યોને અપશબ્દો બોલવા લાગ્યો હતો. દરમ્યાન 181 મહિલા અભયમની ટીમને જોઇને ભાગી છૂટ્યો હતો
આ અંગે મહિલા સરપંચે પોલીસ ફરિયાદ કરતાં શામળાજી પોલીસે હિતેશભાઇ સુરજીભાઇ નિનામા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular