અરવલ્લી જિલ્લાની ભિલોડા તાલુકાની સિલાદ્રી સરકારી સ્કૂલ બની ગ્રીન સ્કૂલ.

0
115
અરવલ્લી ગિરિકંદરાઓ વચ્ચે દૈદિપ્યમાન ભિલોડા તાલુકો આમ તો વનઆચ્છાદિત પ્રદેશ છે પરંતુ ગ્લોબલ વોમિગની અસરને કારણે હવે હરિયાળું અરવલ્લીમાંથી ધીમે -ધીમે વનઆચ્છાદિત પ્રદેશ ઓછો થઈ રહ્યો છે. પરંતુ આ પ્રદેશને ફરી હરિયાળો બનાવવાનો નિર્ધાર અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગે કર્યો છે.
ભિલોડા તાલુકાની સિલાદ્રી પ્રાથમિક શાળા અગ્રેસર છે. શાળાની શરૂઆતમાં નાની શાળા અને નાનું મેદાન એમાંય માંડ ચારથી પાંચ જેટલા વૃક્ષ હતા. ધીરે – ધીરે શાળામાં વૃક્ષોના જતન પર ધ્યાન અપાતા આજે સિલાદ્રી શાળા ગ્રીન શાળામાં પરિવતીત થઇ છે.શાળાના શિક્ષકોની સુજબૂઝથી વૃક્ષરોપણની શરૂઆત કરવામાં આવી અને અવનવા છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ઔષધિબાગ, કિચનગાર્ડન સહિતના અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને વૃક્ષ ઉછેરની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
સિલાદ્રીની શાળામાં લીમડા અને અરડૂસી સહિતના ૭૦ મોટા વૃક્ષ આમળા, બદામ અને પપૈયા સહિતના વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. શાળામાં પાંચ વૃક્ષના રોપણથી કરેલ શરૂઆત આજે ૫૦૦ જેટલા વૃક્ષોની હરિયાળી પથરાઈ છે. ગામલોકોનો સહયોગ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોઠાસૂઝને કારણે વૃક્ષ ઉછેરની જવાબદારી ઉઠાવી છે.
કેમેરામેન આર્યન ગોસ્વામી સાથે હર્ષ પંડયા CN24NEWS, અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here