દાંડી સત્યાગ્રહમાં છાવણી બનેલા ભીમરાડને પ્રવાસન સ્થળ બનાવાશે તો 1 કરોડ આપીશ: શિવાલક્ષ્મી ગાંધી

0
24

સુરતઃ સુરતનું ભીમરાડ ગામ ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડીકૂચનું સાક્ષી રહી ચૂક્યું છે. ગ્રામજનો દાંડીયાત્રા દરમિયાન સત્યાગ્રહીઓની મહત્વની છાવણી રહી ચૂકેલા ભીમરાડને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની માંગ કરી રહ્યા છે પણ નક્કર પ્રતિસાદ સાંપડ્યો નથી.12 માર્ચ 1930થી શરૂ કરીને 6 એપ્રિલ સુધી ચાલેલી દાંડી યાત્રા પુરી કરી બાપુ 9 એપ્રિલે ભીમરાડ પહોંચી સભા સંબોધી હતી. બાપુએ દાંડીમાં મીઠું ઊંચકી કાનૂનભંગ કરતા અંગ્રેજોએ બાપુના પુત્ર રામદાસ ગાંધીની ભીમરાડમાં જ અન્ય સત્યાગ્રહીઓ સાથે ધરપકડ કરી હતી.મીઠાના સત્યાગ્રહના સાક્ષી રહેલા ભીમરાડમાં ગાંધીજીનું સ્મારક પણ છે અને ગાંધી જયંતિ, સ્વતંત્ર દિવસ તેમજ પ્રજાસત્તાક દિવસે અહીં અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. ગાંધીજીની દાંડીયાત્રામાં મહત્વની છાવણી રહી ચૂકેલા ભીમરાડ ગામને સરકાર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે એવી માંગ રાજ્યના મુખ્યમંત્રી, મહેસૂલમંત્રી અને પ્રવાસન વિભાગને પણ કરવામાં આવી ચુકી છે. જોકે હજી સુધી આ બાબતે કોઈ નક્કર પ્રતિસાદ સાંપડ્યો નથી.

બાપુની ઐતિહાસિક તસ્વીર પણ ભીમરાડની હોવાનો દાવો

બાપુ જમીન પરથી મીઠું ઉંચકી રહ્યા હોવાની ઐતિહાસિક તસ્વીર પણ દાંડીની નહિ પણ ભીમરાડની હોવાનો દાવો દાંડી સત્યાગ્રહ સમયના આંતરરાષ્ટ્રીય અખબારોના અહેવાલો સાથે કરવામાં આવ્યો છે. ભીમરાડના માજી સરપંચ અને સુરત મનપામાં નગર સેવક રહેલા બળવંત પટેલે જણાવ્યું કે, દાંડીના નામે ફરતી ઐતિહાસિક તસ્વીર ભીમરાડની છે જે 9 એપ્રિલે ખેંચવામાં આવી હતી.

જીવતા જીવ ભીમરાડને પ્રવાસન સ્થળ તરીકે જોવાની ઈચ્છા છે

ગાંધીજીના પૌત્રવધુ ડો.શિવાલક્ષ્મી કનુભાઈ ગાંધી છેલ્લા પોણા બે વર્ષથી ભીમરાડમાં જ રહે છે.તેમની ઈચ્છા છે કે, ભીમરાડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને પોતે જીવતા જીવ ભીમરાડને પ્રવાસન સ્થળ બનતું જોઈ શકે. ભીમરાડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની તૈયારી બતાવવામાં આવે તો પોતે પોતાની બચેલી મૂડીમાંથી 1 કરોડ રૂપિયા વિકાસ માટે આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here