ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

0
11

ટીવી ધારાવાહિક અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અનુપમા પાઠકે વ્યક્તિગત કારણોસર આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના રવિવારના રોજ બની છે, જ્યાં તેમણે ફાંસીના ફંદા પર લટકી ગઈ હતી. આટલુ મોટુ પગલુ ભરતા પહેલા તેણે એક સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણે આત્મહત્યા પાછળનું કારણ જણાવ્યુ છે.

અનુપમા મુંબઈના દહિસર ચેક નાકા પાસે આવેલા ઠાકુર મોલની પાસેની બિલ્ડીંગમાં ભાડાના મકાનમાં રહેતી હતી. રવિવારની રાતે તેણે ફાંસી લગાવતા પહેલા સુસાઈટ નોટમાં બે કારણો જણાવ્યા છે. જેમાં તેણે લખ્યુ છે કે, મનીષ ઝા નામના વ્યક્તિએ તેનું બે પૈડાનું વાહન લઈ ગયો હતો. તે સમયે હું બહાર હતી, જ્યારે હું પાછી આવી ત્યારે તેણે મને મોટરસાઈકલ પાછુ આપવાની ના પાડી દીધી હતી.

સુસાઈડ નોટમાં બીજુ કારણ લખ્યુ છે કે, મેં એક મિત્રના કહેવા પર વિસ્ડમ પ્રોડક્શન કંપનીમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ હતું. કંપનીએ મને મારા પૈસા આપવાનું ગત ડિસેમ્બરમાં વ્યાજ સહિત રૂપિયા આપવાનું કહ્યુ હુતં. જો કે, હવે કંપની મને પૈસા પાછા આપવામાં નાટક કરી રહી છે. અનુપમાએ આત્મહત્યા કરતા પહેલા ફેસબુક પર લાઈવ પણ કર્યુ હતું. જેમાં તેણે પોતાની તમામ મુશ્કેલીઓ જણાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here