ભોજપુરી સુપરસ્ટાર તથા ભાજપ સાંસદ મનોજ તિવારી 49 વર્ષની ઉંમરમાં બીજીવાર દીકરીના પિતા બન્યા

0
7

ભોજપુરી સુપરસ્ટાર તથા ભાજપ સાંસદ મનોજ તિવારી 49 વર્ષની ઉંમરમાં બીજીવાર પિતા બન્યા છે. મનોજ તિવારીએ સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. મનોજ તિવારીને મોટી દીકરી ઋતિ છે.

તસવીર શૅર કરી

મનોજ તિવારીએ હોસ્પિટલમાં દીકરીને હાથમાં પકડી હોય તે તસવીર શૅર કરીને કહ્યું હતું કે દીકરીનો જન્મ થયો. જય જગદંબે.બીજી દીકરી મુંબઈમાં અભ્યાસ કરે છે

ઉત્તર પ્રદેશથી રાજકીય કરિયર શરૂ કરી હતી

મનોજ તિવારીએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ઉત્તર પ્રદેશની ગોરખપુર બેઠકની લોકસભા ચૂંટણી લડી હતી. જોકે, તેઓ યોગી આદિત્યનાથ સામે હારી ગયા હતા. ત્યારબાદ 2014માં ભાજપની ટિકિટ પરથી ઉત્તર-પૂર્વ દિલ્હીથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. 2019માં પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે મનોજ તિવારી છેલ્લે 2014માં ભોજપુરી ફિલ્મ ‘દેવરા ભાઈલા દિવાના’માં કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here