Sunday, September 19, 2021
Homeભૂમિ પેડનેકર કોવિડ વોરિયર બની, ગુરમીત ચૌધરી પણ મદદ કરી રહ્યો છે
Array

ભૂમિ પેડનેકર કોવિડ વોરિયર બની, ગુરમીત ચૌધરી પણ મદદ કરી રહ્યો છે

ક્લાઈમેટ વોરિયર તરીકે નેચર માટે કામ કરી ચૂકેલી ભૂમિ પેડનેકર હવે કોવિડ વોરિયર બની ગઈ છે. તેણે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ અંગે જાણકારી શેર કરી. ઉલ્લેખનીય છે કે, ભૂમિનો કોરોનાનો રિપોર્ટ બે દિવસ પહેલા જ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેણે કોવિડ વોરિયર બનવાનું નક્કી કર્યું. ભૂમિ સિવાય ટીવીના રામ એટલે કે ગુરમીત ચૌધરી પણ લોકોની મદદ માટે આગળ આવ્યો છે.

ભૂમિએ જરૂરિયાતમંદ લોકો પાસેથી જાણકારી માગી

ભૂમિએ લખ્યું- ‘આપણે બધા કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યા છીએ. મેં એક શરૂઆત કરી છે જ્યાં હું દરેક જરૂરી સુવિધાની જાણકારી આપીશ અને મેડિકલ સપ્લાય, પ્લાઝ્મા રિક્વેસ્ટ અને ડોનર્સની હાજરી પણ સામેલ હશે. જો કે અત્યારે હું મારા સ્તરે પ્રયાસ કરી રહી છું કે યોગ્ય નંબરની ઓળખ કરી શકાય, જે મને જણાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક નંબર્સ નકલી છે. પરંતુ મારી ઈવેન્ટમાં જો તમને કોઈપણ જાણકારી ખોટી અથવા નંબર નકલી હોય તેવું લાગે તો તરત મને જણાવો, હું તરત તેને દૂર કરી દઈશ. ’

આ પહેલ કોવિડ સાથે ચાલી રહેલી મોટી લડાઇમાં મારું એક નાનું યોગદાન છે. કૃપા કરીને ધૈર્ય રાખો અને આશા છોડશો નહીં. આપણે બધા સાથે છીએ. હું મારા ફોલોઅર્સને રિક્વેસ્ટ કરું છું કે મને ત્યારે જ ડાયરેક્ટ મેસેજ કરો જ્યારે ખરેખર તમને મદદની જરૂર હોય. કૃપા કરીને તમારી જરૂરિયાતો વિશે યોગ્ય જાણકારી આપો. પૂરું નામ, ઉંમર, શહેર, હોસ્પિટલ, બ્લડ ગ્રુપ, અને કોન્ટેક્ટ નંબર. કૃપા કરીને રેન્ડમલી મેસેજ કરવાનું ટાળો. કેમ કે ટ્રાફિક વધારે છે અને હું નથી ઈચ્છતી કે કોઈ જરૂરિયાતમંદ સહાયથી વંચિત રહે. જ્યારે તમને મદદ મળી જાય તો મને જરૂરથી જણાવજો.

ગુરમીતે સોનુ સૂદ પાસેથી પ્રેરણા લીધી

ગુરમીતે લખ્યું- હું આ મુશ્કેલ સમયમાં તમારા બધાની મદદ કરવા માગુ છું. કૃપા નિસંકોચ થઈને મારા સુધી તમારી વાત પહોંચાડો. શક્ય તેટલા લોકોની મદદ માટે હું પૂરતો પ્રયાસ કરીશ. મને પ્રેરણા આપવા બદલ સોનુ સૂદ ભાઈ આભાર. મદદ કરીને ખુશી મળશે. કૃપા મજબૂત રહો અને માસ્ક જરૂરથી પહેરો. ગુરમીતે પોતાની ટીમને એક કોન્ટેક્ટ નંબર પણ શેર કર્યો છે. જેમાં લોકો તેમના સુધી પોતાની વાત પહોંચાડી રહ્યા છે.

જો કે આ સ્ટાર્સ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments