ભોપાલ : યુવતીના પેટમાંથી 16 કિલોગ્રામનું ટ્યૂમર કાઢવામાં આવ્યું

0
5

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં એક પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ કમાલનું કામ કર્યું છે. અહીં એક યુવતીના પેટમાંથી 16 કિલોગ્રામનું ટ્યૂમર બહાર કાઢવામાં આવ્યું છે. ડોક્ટરોએ રવિવારે 6 કલાકની સર્જરી પછી 20 વર્ષની યુવતીના પેટમાંથી 16 કિલોગ્રામનું ટ્યૂમર કાઢવામાં આવ્યું હતું.

યુવતીનું વજન 48 કિલો અને ટ્યુમરનું વજન 16 કિલો
હોસ્પિટલના મેનેજર દેવેન્દ્ર ચંદોલિયાએ જણાવ્યું કે યુવતીની ઓવરી પાસે ટ્યૂમર હતું અને સર્જરી સફળ રહી હતી. યુવતીની સ્થિતિ હવે સારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુવતી મધ્યપ્રદેશના રાજગઢમાં રહે છે અને બે દિવસ પહેલાં તે હોસ્પિટલ આવી હતી. તેનું ટ્યૂમર ખૂબ જ મોટું હતું અને તેને ભોજન કરવામાં અને ચાલવામાં મુશ્કેલી થતી હતી. આ ટ્યુમરને ડિમ્બગ્રંથિ ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. યુવતીનું વજન 48 કિલો અને ટ્યૂમરનું વજન 16 કિલો હતું.

સમય રહેતાં ઓપરેશન થયું ન હોત તો જોખમ વધી ગયું હોતઃ-
દેવેન્દ્ર ચંદોલિયાએ જણાવ્યું હતું કે જો સમય રહેતાં ટ્યૂમરને દૂર કરવામાં ન આવ્યું હોત તો જોખમ વધી ગયું હોત અને પેટમાંથી ટ્યૂમરને સર્જરી દ્વારા કાઢવાની શક્યતાઓ ઘટી જાય એમ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સર્જરી લગભગ 6 કલાક સુધી ચાલી અને યુવતીની સ્થિતિ હવે સારી છે.

ડિમ્બગ્રંથિ એટલે યૂટ્રસ કેન્સર.
ડિમ્બગ્રંથિ એટલે યૂટ્રસ કેન્સર.

ડિમ્બગ્રંથિ ટ્યૂમર:-
ડિમ્બગ્રંથિ એટલે યૂટ્રસ કેન્સર. યૂટ્રસ એટલે અંડાશય. આ કેન્સરમાં ઓવરીમાં નાના-નાના સિસ્ટ બની જાય છે. યૂટ્રેસ કેન્સર થાય ત્યારે ગર્ભધારણ કરવામાં સમસ્યાઓ આવી શકે છે. ડિમ્બગ્રંથિ કેન્સર એટલે અંડાશયમાં કોઇપણ પ્રકારના કેન્સરનો વિકાસ થવો. ડિમ્બગ્રંથિ કેન્સર મોટા ભાગે અંડાશયની બહારના સ્તરથી પેદા થાય છે. સૌથી સામાન્ય પ્રકારના ડિમ્બગ્રંથિ કેન્સરને એપિથેલિયલ ઓવેરિયન કેન્સર કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here