ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતા શાર્દુલ ઠાકુરની ટીમમાં એન્ટ્રી

0
16

નવી દિલ્હી

ભારતનો અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતા તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વન ડે ઈન્ટરનેશનલ સીરીઝમાંથી બહાર થવું પડ્યું છે. તેના સ્થાન પર મુંબઈના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટર પર આ અંગેની જાણકારી આપી છે.

બીસીસીઆઈએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ‘ભુવનેશ્વર કુમારને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝની અંતિમ ટી-20 ઈન્ટરનેશનલ મેચ કે જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી તેમાં તેની કમરમાં જમણી બાજુ દુ:ખાવો શરૂ થવાની ફરિયાદ કરી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમને તપાસ કરતા સારણગાઠના લક્ષણ જોવા મળ્યા. ટીમમાં ઈજાગ્રસ્ત ભુવનેશ્વરના સ્થાન પર શાર્દુલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here