હાલાકી : દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે કચ્છ-મુંબઇની તમામ ટ્રેન કેન્સલ

0
29

ભુજઃ મુંબઇ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવનને રફેદફે કરી નાખ્યું છે. અનેક નદીઓ ભયજનક સ્તરથી ઉપર વહેવા લાગતાં રેલવે ટ્રેકનુ ધોવાણ થઇ ગયું છે. ત્યારે ભારે વરસાદના લીધે રવિવારે કચ્છથી મુંબઇને જોડતી તમામ ટ્રેનો છેલ્લી ઘડીએ કેન્સલ કરી દેવાતાં મુસાફરોને રીતસરનો રઝળી પડવાનો વારો આવ્યો હતો.

રવિવારે મુંબઇથી ભુજ આવતી કચ્છ એકસપ્રેસ 2 કલાક અને સયાજીનગરી દોઢ કલાક મોડી પહોંચી હતી. જયારે ભુજથી ઉપડેલી સયાજીનગરીને નવસારી અટકાવી દઇ ત્યાંથી પરત લાવવાની જાહેરાત કરાઇ હતી. જોકે સાંજે સયાજીનગરી ઉપરાંત કચ્છ એકસપ્રેસ તેમજ રાત્રે ઉપડનારી એસી સુપરફાસ્ટ ટ્રેનને રદ કરી દેવાની છેલ્લી ઘડીએ જાહેરાત કરાઇ હતી.

કચ્છ એકસપ્રેસ તેના નિયત સમયે ઉપડશે તેવી જાહેરાત થતાં અનેક મુસાફરો બાન્દ્રા સ્ટેશને પહોંચ્યા હતા.પણ ટ્રેનનો ઉપડવાનો સમય થયો ત્યાં સુધી રેલવેએ કોઇપણ આગોતરી માહિતી ન આપી અચાનક ટ્રેન કેન્સલ કરવાની જાહેરાત કરી દીધી હતી.નવસારીથી સયાજીનગરી ઉપડવાની રાહ જોઇને બેઠેલા પ્રવાસીઓની સાથે નવસારીથી લઇ અમદાવાદ સુધીના મુસાફરો સ્ટેશને જ ફસાઇ પડયા હતા. આ તરફ કચ્છ અને સયાજી ભુજથી ઉપડવાની હતી પણ કચ્છ એકસપ્રેસ ઉપડવાના માંડ પોણોથી એક કલાક પહેલાં ટ્રેનને કેન્સલ કરાતાં મુસાફરોમાં રેલવે પ્રશાસન સામે આક્રોશ ફેલાયો હતો.

રેલવેની આડોડાઇ: ભુજથી અમદાવાદ કે વડોદરા સુધી ટ્રેન દોડાવી શકાત
દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે પણ ભુજથી અમદાવાદ કે વડોદરા સુધી તો વરસાદ નથી .ત્યારે ભુજથી ઉપડનારી ટ્રેનમાં અમદાવાદ અને વડોદરાના મુસાફરો પણ હતા ત્યારે રેલવેએ આડોડાઇ દેખાડવાના બદલે ધાર્યુ હોત તો ભુજથી અમદાવાદ કે વડોદરા સુધી તો ટ્રેન દોડાવી જ શકત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here