છેતરપિંડી : ભુજની નરગિસે 25 હજાર લઇ સપ્તાહમાં જ પતિને છોડી દીધો!

0
23

ભુજ: હાલ કચ્છ સહિત રાજ્યભરમાં લગ્નના નામે ઠગાઇના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે. તેવામાં ભુજના કુકમાના એક યુવાનને ભુજની એક યુવતી સાથે કરેલા લગ્નમાં કડવો અનુભવ થયો છે. લગ્નની શરત પ્રમાણે યુવતી રૂા.25 હજાર લઇને એક અઠવાડિયામાં જ ચાલી જતા આ અંગે ભોગ બનનાર યુવાને એસપી પાસે અરજી કરી ન્યાયની માંગ કરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ કુકમાના મીરશા ગુલાબશા સૈયદ નામનો યુવાન પોતે લગ્નના નામે ઠગાઇ કરતી ટોળકીનો ભોગ બન્યો હોવાનો દાવો કર્યો છે. ભુજના ખારીનદી રોડ પર એક બંગાળી કન્યાની સગા-સંબધીઓએ મુલાકાત કરાવી હતી. આ યુવાતીના પરિવારજનો અને યુવકના પરિવારજનો વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં લગ્ન માટે યુવકને રૂા.25 હજાર તથા જરૂરત પ્રમાણે દાગીના પણ કન્યાને આપવા પડશે તેવી શરત મુકી હતી. તે શરત સ્વિકારી યુવકના પરિવારજનોએ લગ્નની હા પાડી હતી. તેથી તા.19/7/19ના ભુજ ખાતે નરગિસ શેખ અને મીરશા સૈયદ વચ્ચે નિકાહ થયા હતા. તે વખતે યુવતીના પરિવાજનો એ યુવક પાસેથી રૂા.25 હજાર તથા ચાંદીના સાંકળા, સોનાની નાકની નથણી અને કપડાની જોડીઓ લઇ લીધી હતી.

લગ્ન બાદ નરગીસને યુવક કુકમા પોતાના ઘરે લઇ આવ્યો હતો. લગ્ન બાદ નવા જીવન સાથી જોડે અનેક સપના પણ આ યુવાને જોઇ લીધા હતા. પરંતુ આ સપનાઓ તુટી પડવાના છે તેની કોઇ ભનક યુવાવવને ન હતી. લગ્નના એકાદ અઠવાડિયા બાદ જ તા.26/7ના યુવતી નરગિસ માવિત્રે ભુજના ખારીનદી પાસે આવેલા અમનનગર જવાનું કહી ચાલી ગયા બાદ પરત ફરી ન હતી ! યુવકને પત્નીને પરત બોલાવવા અનેક પ્રયત્ન કર્યા હતા. યુવકના પરિવારજનોએ પણ ઘરની પુત્રવધૂને પરત કરવા અપીલ કરી હતી. જોકે યુવતીના પરિવારજનોએ નરગિસ હવે નહી આવે તમે તલાક આપી દો તેમ જણાવી દીધું હતું. તલાક નહી આપો તો ખોટા કેસમાં તમને બધાને ફસાવી દેવાની ધમકી આપી હતી. યુવકે આક્ષેપ કર્યો છે કે આ લોકોએ અનેક યુવકો સાથે આવી રીતે ફસાવી પૈસા પડાવ્યા છે. તેવામાં આ તમામ લોકો સામે ફરિયાદ નોંધવા એસપી પાસે માંગ કરવામાં આવી છે.

સામાજીક રીતે સમાધાન થયું હતું : PSI
આ અંગે પધ્ધર પોલીસ મથકના પીએસઆઇ વાય.એચ. ઝાલાએ જણાવ્યું હતુ કે, જ્યારે આ યુવક ફરિયાદ આપવા આવ્યો હતો ત્યારે જ એક જમાદારને તેની સાથે મોકલવામાં આવ્યો હતો. જોકે તેઓએ સામાજીક રીતે સમાધાન કરી લીધું છે. તેના બન્નેના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. જેમાં યુવક- યુવતીએ રાજીખુશીથી છુટ્ટા થતા હોવોનાનું કહ્યું છે.

યુવકને પાંચ હજાર પરત આપ્યા !
યુવતીના પરિવારજનોએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી યુવકના પરિવારજો જ પધ્ધર પોલીસ મથકે ફરિયાદ આપવા દોડી ગયા હતા. જેના પગલે પધ્ધર પોલીસ મથકના એક કર્મચારી યુવક સાથે ભુજમાં યુવતીના ઘરે ચાલ્યા હતા. જ્યાં યુવતીના પરિવાજનોએ રૂા. પાંચ હજાર અને દાગીના પરત આપી દીધા હતા. જોકે બાકીના રૂા.20 હજાર હજુ આપ્યા ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here