ભુજ : કરોડોનું ફુલેકું ફેરવનાર નેશનલ કન્સ્ટ્રકશન કંપની રાજસ્થાનમાં 54.73 કરોડનો દાવો જીતી !

0
31

ભુજઃ ભુજમાં સેંકડો લોકોના રૂપિયા ચાઉં કરી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરનાર નેશનલ કન્ટ્રક્શન કંપનીને રાજસ્થાનમાં મોટો દાવો જીતવામાં સફળતા મળી છે. લિગ્નાઇટ ખાણમાં પાણી નિકળતા રાજસ્થાન સ્ટેટ માઇન્સ એન્ડ મિનરલ્સ લી.ને ભુજની નેશનલ કન્ટ્રક્શન કંપનીને વળતર પેટે રૂા.54.73 કરોડ ચુકવવા વાણિજ્યિક કોર્ટે આદેશ કર્યો છે.

આ અંગે મળતી વિગતો મુજબ કચ્છની નેશનલ કન્ટ્રક્શન કંપનીએ 2012માં કોર્ટમાં આરએસએમએમ સામે દાવો દાખલ કર્યો હતો. રાજસ્થાન સ્ટેટ માઇન્સ એન્ડ મિનરલ્સ લી દ્વારા ઉદયપુર પાસે કાસનાઉ અને માતાસુખ માઇન્સમાંથી મલબો અને લિગ્નાઇટ કાઢવા માટે ટેન્ડરો મંગાવ્યા હતા. જેમાં રાજસ્થાન સ્ટેટ માઇન્સ એન્ડ મિનરલ્સ લીએ ભુલ ભરેલી વિગતો મુકી હતી. જેમાં વર્ષ 2002માં આ જગ્યા પર ગ્રાઉન્ડ વોટરની કેમિકલ એનાલીસીસ અને પંપ ડિસ્ચાર્જ આંકડા પ્રમાણે કૂવામાંથી 300 ક્યુબિક પાણી ડિસ્ચાર્જ બતાવાયુ હતુ. પરંતુ ભુજની કંપનીએ કામ શરૂ કરતા જુદી જ સ્થિતિ હતી.

300ને બદલે દૈનિક 10 હજાર ક્યુબિક મીટર પાણી ડિસ્ચાર્જ કરવામાં આવ્યુ છતાં સ્થિતિ નિયંત્રણમાં આવી ન હતી. જેના પગલે પાણી નિકાલ કરવાની રાશી માંગવામાં આવી હતી. જે ન ચુકવાતા આખરે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. તેવામાં આ કંપનીના તરફદારીમાં ચુકાદો આવ્યો છે. નોંધનીય છે કે આ કંપની સામે ભુજમાં છેતરપિંડી સહિતની કલમો તળે ગુનો નોંધાયેલો છે.

અનેક લોકોના રૂપિયા આ કંપનીમાં અટવાયા છે. કરોડોનું ફુલેકું થતા લોકોના લાખો રૂપિયા ફસાયા છે. તાજેતરમાં ભુજ ખાતે એસપીના લોક દરબારમાં પણ મહિલાઅોએ રડતા-રડતા પોતાના લાખો રૂપિયા અટવાયા હોવાનું જણાવ્યુ હતું

ખાણમાં પાણી સતત વધતું જ રહ્યું
કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, ભુજની કંપનીએ કામ શરૂ કરાયા બાદ ખાણમાં પાણીની સપાટી સતત વધતી જતી હતી. જેના નિદાન માટે આરએસએમએમને પત્રો પણ લખવામાં આવ્યા હતા. પરંતુ કોઇ સહાયતા મળી ન હતી. 53 મીટર સુધી ખોદકામ કરાયા બાદ તથા 10 હજાર ક્યુબિક મીટર પાણી રોજ ડિસ્ચાર્જ કર્યા છતાં સ્થિતિ કાબુ બહાર હતી. પાણી વધારે હોવાથી ભેખડો પણ ધસવા લાગી હતી. માઇન્સ એન્ડ સેફટીના ડીએમએ પણ આરએસએમએમની બેદરકારી હોવાનું સ્વીકાર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here