ભુજ : એક ઇસમે મફતમાં પાણીપુરી ખાઈને છરી વડે માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ

0
0

ભૂજ શહેરના આશાપુરા નગર પાસે પાણીપુરી વહેંચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીને એક ઇસમે મફતમાં પાણીપુરી ખાઈને છરી વડે માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

શહેર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જાગેશ્વર પ્રાગ પ્રજાપતિએ આરોપી નવલો મહેશ્વરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી તેની લારીમાંથી પાણીપુરી ખાધી હતી. જેના પૈસાની માંગણી કરતા આરોપીએ નાણાં આપવાની ના પાડી હતી અને ફરિયાદીને ભૂંડી ગાળો આપીને લાત મારી પાડી દઈ, ભેંઠમાંથી છરી કાઢીને ફરિયાદીને મોઢામાં, ગાલમાં અને હાથની હથેળીમાં ઘા ઝીંકાયા હતા. પાણી પુરીના પૈસા બાબતે દાદાગીરી કરીને આરોપીએ નાના ધંધાર્થીને છરી મારી દેતા ચકચાર મચી ગઈ હતી.પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here