Wednesday, June 29, 2022
Homeગુજરાતભુજ : એસટી ડેપોમાં રિવર્સમાં આવતી બસ સ્લીપર બસ સાથે ટકરાઇ

ભુજ : એસટી ડેપોમાં રિવર્સમાં આવતી બસ સ્લીપર બસ સાથે ટકરાઇ

- Advertisement -

પશ્ચિમ કચ્છમાં આજે વાહન અકસ્માતના બે અલગ અલગ ઘટના બની હતી. જેમાં એક નખત્રાણા એસટી ડેપોમાં બે બસ ટકરાઈ હતી. જ્યારે અબડાસાના બીટા પાસે બે કાર અથડાઈ હતી. નખત્રાણા બસ મથક ખાતે આજે સોમવાર સવારે રિવર્સમાં આવતી એસટી બસ પાછળ ઉભેલી એસટીની સ્લીપર બસ સાથે ટકરાઈ જતા સ્લીપર બસની પાછળ તરફનો કાંચ તૂટી ગયો હતો. જોકે, ઘટનાની જાણ બસ ચાલકને થઈ જતા તેની બસ થોભાવી દીધી હતી જેને લઈ વધુ નુકશાન થતા અટક્યું હતું. સદભાગ્યે અકસ્માત સમયે સ્લીપર બસમાં કોઈ મુસાફર હાજર ન હોવાથી ઇજા થતી અટકી હતી.

અકસ્માતની બીજી ઘટના અબડાસા તાલુકાના બીટા નજીક નલિયા ભુજ ધોરીમાર્ગ પર બની હતી. જેમાં અદાણી સોલાર પાવર પ્લાન્ટ અને એસાર પેટ્રોલ પમ્પ વચ્ચેનાં માર્ગે બોલેરો અને સ્કોર્પિયો જીપકાર વચ્ચે સામસામી ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં 4થી 5 લોકોને ઇજા પહોંચતા 108 મારફતે નલિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું કપિલ જોશીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular