Wednesday, September 29, 2021
Homeભુજ : બે મોટરસાયકલ વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત
Array

ભુજ : બે મોટરસાયકલ વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત

માંડવી તાલુકાના દહીંસરા માર્ગ પર ગઈકાલે મોડી સાંજે એક વિચિત્ર અને અરેરાટીભર્યો અકસ્માત સર્જાયો હતો, જેમાં સામ સામે બે ટૂ વહીલરની જોરદાર ટક્કર થતા બન્ને ચાલકના ઘટનાસ્થળેજ કમકમાટી કરુણ મોત નીપજ્યાં હતા જ્યારે એક્ટિવા પાછળ બેઠેલા ફરિયાદીને જમણા પગની સાથળમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી.

માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ કાલ મોડી સાંજે દહીંસરા રામપર વેકરા માર્ગ વચ્ચેના રાહીમાંનગર પાસે મોટર સાયકલ ન. GJ 12 PQ 5754ના ચાલક મુકેશ રામજી વણકરે પોતાના કબ્જાની મોટર સાયકલને બેદરકારી પૂર્વક ફૂલ સ્પીડમાં ચલાવી અન્ય વાહનની ઓવરટેક કરી સામેથી આવતા 21 વર્ષીય હસમુખ જાદવ કારા (રે. સરલી તા. ભૂજ)ના એક્ટિવા સ્કૂટર ન. GJ12 EH 3475 સાથે અથડાવી દીધી દેતા બન્ને ચાલકોના મોત નીપજ્યાં હતા.

જે અંગેની ફરિયાદ એક્ટિવા પાછળ સવાર મિતેષ પ્રેમજી કેરાઈ ( રે. રામપર વેકરા તા. માંડવી)એ મોટર સાયકલ ચાલક વિરુદ્ધ નોંધાવી હતી. ફરિયાદીને પણ સાથળમાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. માનકુવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments