Wednesday, January 19, 2022
Homeગુજરાતભુજ : નલિયામાં માઈનસ 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું

ભુજ : નલિયામાં માઈનસ 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું

સરહદી જિલ્લા કચ્છમાં ઉતર તરફના પવનથી ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. જેમાં આજે શુક્રવારે ઉત્તરાયણનું પર્વ હોવા છતાં ઠંડીના કારણે લોકો ધાબા ઉપર પતંગ ચગાવવા પાંખી હાજરીમાં જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે સિઝનની સૌથી વધુ ઠંડી આજે નલિયામાં નોંધાઇ છે અને 3.6 ડિગ્રી સેલ્શિયસ સાથે નલિયા ફરી એકવાર રાજ્યનું શિત મથક બન્યું છે.

નલિયાની બજારમાં ઠંડીની અસર દર્શાવતી તસ્વીર
નલિયાની બજારમાં ઠંડીની અસર

હવામાન વિભાગના અધિકારી રાકેશ કુમારના જણાવ્યા અનુસાર આજે શુક્રવારે ભુજ શહેરમાં 9.8, અંજારમાં 8.6 અને કંડલામાં 11.1 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે.

નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં ઠંડીનું જોર સતત વધતા જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને શ્રમ એરિયામાં હંગામી આવાસમાં રહેતા પરિવારો ટાઢમાં ઠુંઠવાઈ ગયા હતા. લોકો વહેલી સવારે ગરમ તાપણું કરી ઠંડીથી બચવાના પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular