Wednesday, January 19, 2022
Homeગુજરાતભુજ : અંગ્રેજી માધ્યમની શાળાઓ ફી મુદ્દે વાલીઓને કનડગત કરતી હોવાની રાવ

ભુજ : અંગ્રેજી માધ્યમની શાળાઓ ફી મુદ્દે વાલીઓને કનડગત કરતી હોવાની રાવ

પૂર્વ કચ્છના ભચાઉ નગરમાં આવેલી અંગ્રેજી માધ્યમની શાળાઓ દ્વારા કોરોનાકાળમાં પણ વાલીઓ પાસે બાળકોની ફી મુદ્દે હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદ શહેર કોંગ્રેસના મહામંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કરી છે. આ માટે યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરવાની સાથે શાળાઓ મારફતે ઘટતું કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

છેલ્લા બે વર્ષથી આફત બનીને ત્રાટકેલી કોરોના મહામારીના કારણે સમગ્ર જનજીવન પર તેની વ્યાપક અસર પડી રહી છે. અસંખ્ય લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા તો અનેક લોકોને નોકરી ગુમાવવી પડી છે. કોરોનાના મારથી શિક્ષણ કાર્ય પણ બાકાત નથી રહ્યું.

કોરોનાના કારણે અભ્યાસ ક્રમો પણ બંધ થયા હતા. ત્યારે ભચાઉમાં પણ અંગ્રેજી માધ્યમો દ્વારા કોરોનાની શરૂઆત બાદ ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. પરંતુ તેમાં ભાગ લેતા છાત્રોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં શાળાઓ દ્વાર પુરી ફી વસુલાતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. હવે જ્યારે ફરી ઓફલાઈન શિક્ષણ શરું થયું છે ત્યારે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વાલીઓ પાસે ફી મુદ્દે શાળાઓ હેરાનગતિ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેની આડ અસર માસુમ બાળકોના માનસિક વિકાસ પર પડી રહ્યાની ફરિયાદ ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, ભચાઉમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ દ્વારા વાલીઓ પાસે બાળકોની ફી મુદ્દે હેરાનગતિ કરવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે કોઈ યોગ્ય નિરાકરણ નહિ લાવવામાં આવે તો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular