શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પર લાગ્યો છે મોટો આરોપ, 9 સપ્ટેમ્બરે ગુજરાત હાઇકોર્ટમાં થવું પડશે હાજર

0
0

ગુજરાત ના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ને ચૂંટણીમાં થયેલી જીત ગળામાં ફસાયેલા માછલીના કાંટાની જેમ સતત ચુભી રહી હોય તેઓ સતત અહેસાસ થયા કરે છે કારણકે હાલમાં ચુડાસમાની જીતને પડકારથી અરજી ને લઈને સતત શિક્ષણ મંત્રી ચુડાસમા માટે દુખદ સમાચાર આવ્યા જ કરતા હોય છે ગત વિધાનસભા ચૂંટણીમાં થયેલી જીતને પડકારતી અરજીમાં હવે શિક્ષણ મંત્રી ચૂડાસમા ખુદ ગુજરાત હાઈકોર્ટમાં હાજર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી ચુડાસમા 327 મતોથી જીત્યા હતા. તેમની સામે ચૂંટણી લડનારા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ચુડાસમાની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. રાઠોડનો આક્ષેપ છે કે, મત ગણતરીમાં ગેરરીતિ થઈ હોવાથી ચુડાસમાની જીત થઈ છે.આ કેસની સુનાવણી કરી રહેલી ગુજરાત હાઈકોર્ટને ચુડાસમાએ પોતાને સાક્ષી તરીકે નિવેદન આપવા દેવા માટે વિનંતી કરી હતી, જેને કોર્ટે માન્ય રાખી છે.

કોર્ટે નોંધ્યું હતું કે, ચુડાસમાએ સાક્ષીઓની અગાઉ યાદી આપી ત્યારે તેમાં તેમનું નામ નહોતું. બીજી તરફ, રાઠોડના વકીલે ચુડાસમાની સાક્ષી બનવાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો.જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે શુક્રવારે ચુડાસમાની વિંનંતીને માન્ય રાખી હતી. તેમના વકીલે તાત્કાલિક કોર્ટમાં આ અંગે સોગંદનામું પણ દાખલ કરી દીધું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, તે ચુડાસમાની એફિડેવિટને યોગ્ય સમયે રેકોર્ડ પર લેશે. ચુડાસમા કોર્ટ સમક્ષ 9 સપ્ટેમ્બરના રોજ હાજર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here