અમદાવાદ : વિધિના બહાને ભૂવાએ સગીરાને બનાવી હવસનો શિકાર, નદીના પટમાં લઇ જઇ આચર્યું દુષ્કર્મ

0
0

તાંત્રિક વિધિના બહાને મહિલાઓ ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાઓ અવાર નવાર બહાર આવતી હોવા છતાં અંધશ્રદ્ધામાં રાચતી મહિલાઓ ભૂવા અને તાંત્રિકોના શરણે જાય તો દુષ્કર્મનો ભોગ બનવું પડતું હોય છે. અમદાવાદ શહેરમાં ભૂવાએ વિધિના બહાને એક સગીરા પર મરજી વિરૃદ્ધ બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચ્યો છે.

સગીરાના સગપણ થયેલા યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારીને લઇ એક હવસખોર શેતાન ભુવાની પાસે ગઇ હતી. ત્યારે વાસના લોલુપ ભૂવાએ વિધિ કરવાના બહાને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે અંતે સગીરાએ નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ પોતાના ફિયાન્સની સમસ્યા દૂર કરવા માટે સગીરાએ નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર ભૂવા રઇજ રાવળનો સંપર્ક સાધ્યો હતો. ભૂવાએ પોતાની માયાજાળ વાતોમાં ફસાવી તેમજ વિધિના બહાને નદીના પટમાં લઇ જઇ બાળાત્કાર ગુજાર્યો હતો.

સગીરાની ફરિયાદ મુજબ, સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી. જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાએ વિધિ કરવાનું કહી પાંચ હજાર રુપિયા લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો.

સગીરા તેના ફિયાન્સ અને પરિવારજનો સાથે નિકોલ પાસે નદીના પટમાં ગઈ હતી. નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર ભૂવા રઇજ રાવળએ નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ હતી. ભૂવાએ સગીરાનું સગપણ હોવાથી એકલામાં વિધિ કરવી પડશે, બધા દૂર જતાં રહો અને વિધિ નહીં જોવાનું પણ જણાવતાં પરિવારના લોકો દૂર જતા રહ્યા હતા.

આ દરમિયાન ભૂવાએ સગીરના માથેથી એક કોથળી અને શ્રીફળ ઉતાર્યું. અને નદીમાં પધરાવાનું કહી નદીના પટ પર લઇ ગયો હતો. જ્યાં એકલતાનો લાભ લઈ હવસખોર ભૂવાએ સગીરા સાથે જબરજસ્તી કરી હતી. સગીરાના ઇન્કાર કરવા છતાં ભૂવા રઇજ રાવળે તેના બંને હાથ પકડીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

દુષ્કર્મ બાદ ભૂવાએ સગીરાને જાણથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, સગીરાથી ન રહેવાતા આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને નિકોલમાં ફરિયાદ આપતા પોલીસે ભુવા રઇજ રાવળની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here