પ્લાસ્ટિક મુકત ભારત  બનવા ગાંધીનગર થી સાયકલ  લઇને નિકળેલ યુવાન પ્રાંતિજ ખાતે પહોચ્યો. 

0
0
પ્લાસ્ટિક મુકતભારત બનાવવાના અભિયાન સાથે ગાંધીનગર નો યુવાન સાયકલ ને નિકળ્યો છે જે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવી પહોચ્યો હતો અને પ્રાંતિજ શેઠ પીએન્ડર આર હાઇસ્કુલ ખાતે શાળા ના બાળકો ને પ્લાસ્ટિક થી થતું નુકસાન અંગે ની જાણકારી આપી પ્લાસ્ટિક મુકત ભારત બનવા બાળકો ને અપીલ કરી હતી .
સાયકલ  યાત્રા કરી દેશ ભરમાં પ્લાસ્ટિક મુકત અભિયાન  ચલાવશે. 
સ્કુલ મા  જઇને બાળકો ને પ્લાસ્ટિક મુકત બનવા અપીલ કરી .
વિધાર્થીઓને ફોટા સાથે સમજ આપી. 
દેશ ભરમાં હાલ પદુષણ અને પ્લાસ્ટિક ને લઇને કેન્સલ સહિત ના રોગો બિમારીઓમાં વધારો થયો છે અને પ્લાસ્ટિક ને લઇને પશું પંખી સહિત માનવ જીવો ઉપર મોટી અસર જોવાં મળી રહી છે જેને લઇને ગાંધીનગર નો બ્રિજેશ શર્મા ૧૭ તારીખ થી પોતે સાયકલ લઇને પ્લાસ્ટિક મુકત ભારત બનાવવા માટે નિકળ્યો છે અને દેશ ભરમાં જવાનો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવી પહોચ્યો હતો.
બાઈટ : બ્રિજેશ શર્મા 

 

ત્યારે બ્રિજેશ શર્મા નામના આ યુવાને પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ પાસે આવેલ નગરપાલિકા સંચાલિત શેઠ પી એન્ડર આર હાઇસ્કુલ માં જઇને શાળા ના બાળકો ને પ્લાસ્ટિકથી થતું નુકસાન વિશે વિસ્તૃત જાણકારી આપી અને પ્લાસ્ટિક મુકત અભિયાન માં જોડાવવા અપીલ કરી હતી તો સાથે સ્વચ્છતા પણ રાખવા વિધાર્થીઓને ને અપીલ કરી હતી તો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ  , ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ , શાળાના આચાર્ય  , મીઠાભાઇ પટેલ  , જીતુભાઇ રાવલ  , જાની સાહેબ  ,  કુશવ ભાઇ બ્રહ્મભટ્ટ સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો .
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here