Tuesday, September 21, 2021
Homeબાઈડન માત્ર 35 શબ્દોમાં રાષ્ટ્રપતિપદના શપથ લેશે, પહેલીવાર સમારોહમાં અમેરિકાને અમેરિકન્સથી જોખમ
Array

બાઈડન માત્ર 35 શબ્દોમાં રાષ્ટ્રપતિપદના શપથ લેશે, પહેલીવાર સમારોહમાં અમેરિકાને અમેરિકન્સથી જોખમ

અમેરિકાને આજે 46મા રાષ્ટ્રપતિ મળી જશે. ડેમોક્રેટ જોસેફ આર બાઈડન જુનિયર એટલે કે જો બાઇડન (78) અમેરિકાના રાષ્ટ્રપતિપદના શપથ લેવાના છે. કાર્યક્રમ કેપિટલ હિલ્સ એટલે કે અમેરિકન સંસદમાં બુધવારે સ્થાનિક સમય બપોરે 12 વાગે રાખવામાં આવ્યો છે. ભારતીય સમય પ્રમાણે, આ કાર્યક્રમ બુધવારે રાત્રે 10.30 વાગે યોજાશે. બાઈડન માત્ર 35 શબ્દોમાં શપથ લેવાના છે. સમારોહ આ વખતે હંમેશાંની જેમ ભવ્ય નહીં હોય. કોરોના વાઈરસને કારણે ભીડ ભેગી નહીં થઈ શકે. આ વખતે શપથવિધિમાં માત્ર 1000થી 1200 લોકો જ ભાગ લઈ શકશે. દરેક મહેમાન માટે સખત હેલ્થ પ્રોટોકોલ રાખવામાં આવ્યો છે.

આવું પહેલીવાર થશે કે અમેરિકામાં રાષ્ટ્રપતિના શપથગ્રહણ કાર્યક્રમમાં અમેરિકન્સથી જ જોખમ ઊભું થવાની શક્યતા છે. 7 જાન્યુઆરીએ ઈલેક્ટોરલ વોટના કાઉન્ટિંગ દરમિયાન કેપિટલ હિલ્સની અંદર અને બહાર હિંસા થઈ હતી. એ સમયે ટ્રમ્પના સમર્થકોએ અમેરિકન સાંસદની અંદર જઈને તોડફોડ કરી હતી. તેથી આ વખતે અમેરિકન સુરક્ષા એજન્સીએ વધારે તકેદારી રાખી છે.

કોણ અપાવશે શપથ?

ચીફ જસ્ટિસ જોન બી રોબર્ટ જુનિયર કેપિટલ હિલ્સના વેસ્ટ ફ્રન્ટ પર બાઈડનને શપથ અપાવશે. ત્યાર પછી રાષ્ટ્રપતિ બાઈડન ઈનોગ્રેશન સ્પીચ આપશે. એમાં તેઓ અમેરિકન મતદારોનો આભાર માનશે. સ્પીચ પછી સૈન્ય ટુકડીની સમીક્ષા કરવામાં આવશે. સિંગર લેડી ગાગા કાર્યક્રમમાં નેશનલ એનથમ ગાશે. ઈવેન્ટમાં જેનિફર લોપેઝ પણ મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપશે. ત્યાર પછી બાઈડન અને વાઈસ- પ્રેસિડેન્ટ કમલા હેરિસ ‘પ્રેસિડેન્ટ એસ્કોર્ટ’માં કેપિટલ હિલ્સથી વ્હાઈટ હાઉસ જશે. સામાન્ય રીતે 3 લાખ લોકો રસ્તા પર ઊભા રહીને આ જોતા હોય છે, પરંતુ આ વખતે આવું નહીં થાય.

ખાસ ગેસ્ટ કોણ હશે?

ડોનાલ્ડ ટ્રમ્પ સેરેમનીમાં સામેલ થવાના નથી. તેમની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ હાજર રહેશે. એ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને બરાક ઓબામા પણ હાજર રહેશે. વોશિંગ્ટનના એક થિંક ટેન્ક બ્રુકિંગ્સ ઈન્સ્ટિટ્યૂટના ફેલો એલન કામાર્કનું કહેવું છે કે પેંસનું આવવું સૌથી મહત્ત્વની વાત છે. પેંસ લોકોને એ મેસેજ આપવા માગે છે કે રિપબ્લિકન પાર્ટી માત્ર ટ્રમ્પ સુધી સીમિત નથી.

સખત કડક સુરક્ષા વ્યવસ્થા

20 હજાર સૈનિક તહેનાત કરવામાં આવ્યા છે. સિક્રેટ સર્વિસ આને ‘ઝીરો ફેલ મિશન’ ગણાવી રહી છે. એટલે કે કોઈપણ સંજોગોમાં ગરબડ ન થવી જોઈએ.

કેપિટલ હિલ્સમાં કડક સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત બેરિકેડ્સ અને ચેક પોઈન્ટ્સ લગાવી દેવામાં આવ્યાં છે. આખી સંસદને 7 ફૂટ (અંદાજે 2 મીટર) ઊંચી ફેન્સિંગથી ઘેરી લેવામાં આવ્યું છે.

કેપિટલ હિલ્સ પાસેના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. નેશનલ પાર્ક સર્વિસે પર્યટકો માટે વોશિંગ્ટન મોન્યુમેન્ટ હાલ બંધ કરી દીધું છે.

સિક્રેટ સર્વિસ અને ફેડરલ એજન્સી સિવાય એડવાન્સ ઈલેક્ટ્રોનિક્સ સર્વિલન્સ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ વ્યવસ્થા 30 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.

80% ઈવેન્ટ વર્ચ્યુઅલ

બાઈડને ડિસેમ્બરમાં કહ્યું હતું કે, આ વખતે ઈનોગ્રેશન ડે કઈક અલગ હશે. પરેડ સહિત મોટાભાગની ઈવેન્ટ વર્ચ્યુઅલ થવાની છે. રાજ્યોના અલગ અલગ પાટનગરમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે. તેમાં લોકલ બેન્ડ્સ પરફોર્મ કરશે. કોવિડ-19ને ટક્કર આપનાર ફ્રન્ટ લાઈન વર્કર્સને પણ યાદ કરવામાં આવશે. ડેમોક્રેટ સાંસદ જેમ્સ ક્લીબર્ગે સિડની મોર્નિંગ હેરાલ્ડે (SMG) કહ્યું- 75%થી 80% ઈવેન્ટ વર્ચ્યુઅલ હશે.

સેરેમની કમિટીની અપીલ- ઘરેથી કાર્યક્રમ જુઓ

દર વખતે ઈનોગ્રેશન સેરેમનીમાં લાખો લોકો સામેલ થતા હોય છે. જોઈન્ટ કોંગ્રેસ કમિટી સેરેમનીની ટીકિટ આપવામાં આવી રહી છે. પરંતુ તે ટીકિટ માત્ર કોંગ્રેસના સભ્ય અને અન્ય પક્ષના સભ્યો માટે છે. કોરોનાના કારણે આ વખતે સામાન્ય લોકોને ટીકિટ આપવામાં આવતી નથી. કમિટીએ લોકોને ઘરેથી જ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં સામેલ થવાની અપીલ કરી છે. પ્રેસિડેન્શિયલ ઈનોગ્રેશન કમિટી દરેક ઈવેન્ટ લાઈવ કરવાના છે.

દરેક સાંસદ સાથે માત્ર એક ગેસ્ટ

પહેલાં અમેરિકન સંસદના બંને ગૃહો (સીનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ)ના સાંસદો મળીને અંદાજે 2 લાખ લોકોને પાસ આપવામાં આવતા હતા. તેઓ આ પાસ પોતાના સંસદીય વિસ્તારમાં વહેંચતા હતા. આ વખતે દરેક સાંસદને 2 ટીકિટ જ આપવામાં આવી છે. એટલે કે દરેક સાંસદ (કુલ 538 સાંસદ) સાથે માત્ર એક જ મહેમાન આવી શકે છે.

40 વર્ષમાં આ રીતે વધતો ગયો ભાષણોનો સમય

1940થી 1980 દરમિયાન સરેરાશ 1,612 શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1980થી 2013ની વચ્ચે આ ભાષણની એવરેજ વધીને 2120 શબ્દો જેટલી થઈ. 2013માં ઓબામાએ 20 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેઓ અંદાજે 2000 શબ્દો બોલ્યા હતા.

સૌથી લાંબુ ભાષણ

વિલિયમ હેનરી હૈરિસનનું 1841માં ભાષણ 1 કલાક અને 45 મિનિટનું હતું. તે ભાષણમાં 8445 શબ્દો હતા. ખૂબ જ ઠંડીમાં હૈરિસને આ ભાષણ હેટ કે કોટ પહેર્યા વગર આપ્યું હતું અને ત્યારપછી તેમને નિમોનિયા થઈ ગયો હતો. રાષ્ટ્રપતિ બન્યાના એક મહિના પછી જ તેમનું નિધન થઈ ગયું હતું.

સૌથી નાનું ભાષણ

પહેલાં રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનનું ભાષણ. 1793માં આ ભાષણમાં માત્ર 135 શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ટીવી પર જોવામાં આવેલું પહેલું ભાષણ

1949માં હૈરી એસ. ટ્રૂમેનનું ભાષણ સૌ પહેલાં ટીવી પર પ્રસારિત થયું હતું. તે સમયે અમેરિકામાં માત્ર 44 હજાર લોકોના ઘરે ટીવી સેટ્સ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments