હાર્ટ અટેકને કારણે હોસ્પિટલમાં એડમિટ રેમો ડિસોઝાની સલામતી માટે બિગ બીએ દુઆ માગી, કહ્યું…..

0
8

કોરિયોગ્રાફર તથા ફિલ્મમેકર રેમો ડિસોઝાને શુક્રવાર, 11 ડિસેમ્બરના રોજ હાર્ટ અટેક આવ્યો હતો અને ત્યારબાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. રેમોની તબિયતના સમાચાર સાંભળીને સેલેબ્સ તથા ચાહકોએ પ્રાર્થના કરી હતી. અમિતાભ બચ્ચને પણ રેમો જલદીથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી. બિગ બીએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું, ‘તમે જલદીથી ઠીક થઈ જાવ, મારી દુઆઓ તમારી સાથે છે.’

રેમોની એન્જિયોપ્લાસ્ટી થઈ

રિપોર્ટ પ્રમાણે, રેમોને 11 ડિસેમ્બરના રોજ બપોરે અઢી વાગે હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. 46 વર્ષીય રેમોને હાર્ટમાં બ્લોકેજ હતું. ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. રેમોની તબિયત સારી છે.

સાથીઓએ હેલ્થ અપડેટ શૅર કરી

કોરિયોગ્રાફર તથા એક્ટર ધર્મેશ યેલાન્ડેએ કહ્યું હતું કે રેમો સર હવે ઠીક છે. તેઓ બધા હોસ્પિટલમાં તેમની જોડે છે. સર્જરી થઈ હતી અને હવે બધું સારું છે. તેમને અંદર જવાની પરવાનગી નથી પરંતુ તેઓ સરની પત્ની સાથે સંપર્કમાં છે. રેમોની સાથે કામ કરી ચૂકેલા રાઘવ જુયાલે સોશિયલ મીડિયામાં રેમોની હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું, ‘મિત્રો, સર હવે એકદમ ઠીક છે. તેઓ એકદમ સ્ટ્રોંગ વ્યક્તિ છે. તેઓ રિકવર થઈ રહ્યા છે. જલદીથી મારી સાથે પર્વતોની ટ્રિપ પર આવશે.’

પત્ની સાથે રેમો
પત્ની સાથે રેમો

 

કોરિયોગ્રાફરની સાથે સાથે ડિરેક્ટર પણ

રેમોના પરિવારમાં તેની પત્ની લિઝેલ તથા બે દીકરાઓ ધ્રુવ તથા ગેબ્રિએલ છે. રેમો બોલિવૂડના ટોપ કોરિયોગ્રાફર્સ માંથી એક છે. તેણે ‘કાંટે’, ‘ધૂમ’, ‘રોક ઓન’, ‘યે જવાની હૈ દિવાની’, ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી છે. આ ઉપરાંત ‘ફાલતુ’, ‘ABCD’, ‘ABCD 2’, ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે. રેમો ઘણાં ડાન્સિંગ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here