KBC: હરિયાણાની છોરીને Big Bએ કહ્યું, 19 વર્ષનાં ઇતિહાસમાં નથી જોઇ તારા જેવી

0
51

મુંબઇ: હરિયાણાનાં ઝજ્જરની રહેવાસી પ્રિયંકા જૂન અંગે કૌન બનેગા કરોડપતિ (Kaun banega Carorepati)નાં હોસ્ટ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને કહ્યું કે, 19 વર્ષનાં ઇતિહાસમાં આવું કોઇ સ્પર્ધક નથી આવ્યું. અસલમાં પ્રિયંકા જૂનની વાતો બિગ બીની સાથે ઓડિયન્સ પણ ખુબજ એન્જોય કરતી હતી. પ્રિયંકા જૂન કોઇ જ ખચકાટ વગર બિન્દાસ તેની વાતો હરિયાણી અંદાજમાં બોલતી હતી. જેનાંથી બિગ બી પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતાં.

પ્રિયંકાએ એક લાખ 60 હજારનો જવાબ ખોટો આપ્યો અને તે માત્ર 10 હજાર રૂપિયા જીતીને ખેલ છોડીને જતી રહી. જતા જતાં તેણે કહ્યું કે, સારુ થયું હવે કોઇ બીજાને તક મળી જશે. કારણ કે હજુ સુધી હૂટર વાગ્યુ નથી.

પ્રિયંકા પાસે એક લાઇફ લાઇન બાકી હતી. તે જો જરાં વિચારીને રમત તો આક્સ ધ એક્સપર્ટ લાઇફ લાઇનનો ઉપયોગ કરી શકત. રિચા અનિરુદ્ધ એક્સપર્ટ હતી.

પ્રિયંકા એટલી બિન્દાસ હતી કે તેણે બિગ બીને એમ પણ કહી દીધુ કે મને તમારી હાઇટથી પ્રોબ્લમ છે. મને બહું ઉપર જોવું પડે છે. તેનાં જવાબમાં બિગ બીએ કહ્યું કે, ના એ સમસ્યા ફક્ત એકને જ છે..

પ્રિયંકાએ અન્ય વાતમાં કહ્યું કે, તે જ્યારે અન્ય સ્પર્ધકોની સાથે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં બેઠી હતી ત્યારે હોટ સીટ પર આવવાની ઇન્તેઝારમાં તેને ઉંઘ આવવા લાગી હતી. કારણ કે તે ક્યારની રાહ જોતી હતી અને તેનો નંબર નહોતો આવી રહ્યો.

પ્રિયંકાએ કહ્યું કે, તેનાં પરિવારને અને બાકીનાં સ્પર્ધકોને વિશ્વાસ હતો કે મારો નંબર હોટ સીટ પર લાગી જશે. પણ મને વિશ્વાસ ન હતો. પ્રિયંકાનાં મતે તેણે રામ ભરોસે ફાસ્ટેસ્ટ ફિંગર ફસ્ટ પસંદ કર્યુ હતું અને તેનો તુક્કો સાચો પડી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here