Friday, December 3, 2021
Homeબિગ-બીને હજુ ૭ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે, હોસ્પિટલના આંતરિક સૂત્રોએ આપી...
Array

બિગ-બીને હજુ ૭ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે, હોસ્પિટલના આંતરિક સૂત્રોએ આપી માહિતી

મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા બોલિવૂડ મહાનાયક બિગ-બી અને તેમના પુત્ર અભિષેક બચ્ચનની તબિયત સારી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. તેમને બન્નેને સારવાર સારી છે. જોકે હજુ તેમણે એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડશે તેવું હોસ્પિટલના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. ઐશ્વર્યા બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યાની તબિયત પણ હવે સુધારાને માર્ગે છે.

સોમવારે રાતે અમિતાભે એક બ્લોગ લખીને ચાહકોનો આભાર માન્યો હતો. અમિતાભે સ્થળની જગ્યાએ કોવિડ-વોર્ડ હોસ્પિટલ ટાઈટલ આપીને લખ્યું કે પ્રાર્થનાઓ, સદભાવનાઓ કી મુસલાધાર બારિશને સ્નેહ રૂપી બંધન કા બાંધ તોડ દિયા હૈ, બહ ગયા, તર કર દિયા, મુઝે ઈસ અપાર પ્યારને, મેરે એકાકીપન કે અંધેરે કો જો તુમને, પ્રજ્વલિત કર દિયા હૈ. વ્યક્તિગત આભાર મેં વ્યક્ત ન કર પાઉંગા, બસ શીશ ઝુકાકે નતમસ્તક હૂં મૈં.

ત્યારે બીજી તરફ કોલકાતામાં ચાહકોએ અમિતાભ બચ્ચન અને તેમના પરિવારની સલામતી માટે મહામૃત્યુંજય યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી બચ્ચન પરિવાર કોરોના વાઈરસમાંથી હેમખેમ બહાર ન આવી જાય ત્યાં સુધી આ યજ્ઞ ચાલુ રાખવામાં આવશે. કોલકાતાના બોન્ડેલ ગેટ વિસ્તારમાં યજ્ઞ શરૂ કરાયો હતો. આ વિસ્તારમાં સંજય પટોડિયાએ બચ્ચનનું એક મંદિર પણ બનાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments