અમરેલી : મોટા ભંડારિયામાં ધો-10ની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

0
14

અમરેલી:મોટા ભંડારિયા ગામે રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી સગીરાએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો. તેણીને બેભાન અવસ્થામાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર અમરેલીનાં મોટા ભંડારિયા ગામે રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી બીનલબેન સુરેશભાઈ સાથળી નામની 16 વર્ષની સગીરાએ કોઈ કારણસર પોતાના ઘરે જ ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેણીને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ તેણીએ ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. યુવતીનાં મૃત્યુથી પરિવારમાં શોકની છવાઈ ગયો છે.પ્રાથમિક પુછપરછમાં મૃતક બીનલબેન સાથળી બે ભાઈ અને એક બહેનમાં વચ્ચેની હોવાનું અને ધો.10માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી પોલીસે આપઘાતનું કારણ જાણવા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here