બિગ બોસ 17માં જોવા મળેલા અભિષેક કુમાર અને મન્નરા ચોપરાનું નવું રોમેન્ટિક ગીત ‘સાવેર’ રિલીઝ થઈ ગયું છે. અભિષેક-મન્નરાનું આ ગીત વેલેન્ટાઈન પર રિલીઝ થયું હતું.
બિગ બોસ 17ના રનર અપ અભિષેક કુમાર અને મન્નારા ચોપરા તેમના ફેન્સ માટે સારા સમાચાર લઈને આવ્યા છે. આ બંનેનું રોમેન્ટિક ગીત સાવરે લાંબી રાહ બાદ આજે સોમવારે રિલીઝ થયું છે. ગીતમાં અભિષેક કુમાર અને મન્નારા ચોપરા ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે અને તેમની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી છે.
વેલેન્ટાઈન વીક પર અભિષેક કુમાર અને મન્નારા ચોપરાની તેમના ફેન્સને મોટી ભેટ આપી છે. અભિષેક-મન્નારાનું રોમેન્ટિક ગીત ‘સાવેર’ આજે રિલીઝ થયું છે. આ ગીત અખિલ સચદેવે ગાયું છે અને તેમાં અભિષેક-મન્નારાની લવ કેમેસ્ટ્રી તમને ચોક્કસ ગમશે.
અભિષેક કુમારે તેના ઈન્સ્ટાગ્રામ પર ગીતની ઝલક શેર કરી છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘આ વેલેન્ટાઈન, તમારા પ્રેમને ‘સાવેર’ સાથે તમારા હૃદયને સ્પર્શવા દો.’ સાવરેનું સંપૂર્ણ ગીત રીલિઝ થઈ ગયું છે.