KBC 12 : બિગ બીની સ્ટાઈલિસ્ટ અને ડિઝાઈનર પ્રિયા પાટિલે કહ્યું,‘મહામારીમાં કોસ્ચ્યુમ માટે વિદેશથી ફેબ્રિક મગાવવાને બદલે લોકલ ફેબ્રિક વાપર્યું છે’

0
0

સોની ટીવી પર રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની 12મી સીઝન શરુ થઇ ગઈ છે. કોરોના મહામારીમાં એપિસોડ શૂટિંગ કરતી વખતે દરેક નાની વસ્તુઓની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. શોના હોસ્ટ અને ફેશન આઇકન અમિતાભ બચ્ચનના કરોડો ચાહકો તેમને જોવા માટે ટીવી સામે ગોઠવાઈ જાય છે. છેલ્લા 11 વર્ષથી આ શોને હોસ્ટ કરનારા અમિતાભ બચ્ચનની બોલવાની છટા અને તેમનું ડ્રેસિંગ દરેકનું ધ્યાન આકર્ષે છે. બચ્ચન સાહેબની ટાઈની સ્ટાઇલ અલગ અને તેમના બૂટનાં મોજા રંગીન અને પ્રિન્ટેડ દરેકમાં કોઈને કોઈ સ્પેશિયલ આકર્ષણ હોય છે.

https://www.instagram.com/p/CGGEieRBZ6h/?utm_source=ig_embed

KBC શોમાં બિગ બીના કપડાં મૂળ ગુજરાતી યુવતી પ્રિયા પાટિલ ડિઝાઈન કરે છે. આમ, તો પ્રિયા પાટિલ કેબીસી રિયાલિટી શો સાથે છેલ્લા 7 વર્ષથી જોડાયેલી છે. 2018થી તેણે અમિતાભ બચ્ચનના પર્સનલ સ્ટાઈલિસ્ટ તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું. પ્રિયા અમિતાભ બચ્ચન સાથે કામ કરવા બાબતે પોતાને લકી સમજે છે. મુંબઈમાં રહેતી પ્રિયા અમિતાભ બચ્ચનની સ્ટાઇલિસ્ટ અને ડિઝાઈનર તરીકે પોતાની ઇમેજ ધરાવે છે.

https://www.instagram.com/p/CFjYGsApRI3/?utm_source=ig_embed

‘બચ્ચન સરની વેનિટીમાં જતા પહેલાં વ્યક્તિ આખી સેનિટાઈઝ થાય છે’

કોરોના વાઈરસને લીધે બિગ બી દિવસના 15 કલાક કામ કરી રહ્યા છે. મહામારીને શૂટિંગનો સમય વધી જતા પ્રિયા કોસ્ચ્યુમ ડિઝાઈનમાં પણ ખાસ ધ્યાન રાખી રહી છે. પ્રિય પાટિલે આ વર્ષની સીઝન વિશે કહ્યું કે, ‘અમારી પ્રથમ પ્રાયોરિટી હેલ્થ અને સેફ્ટી છે. લોકો સેટ પર PPE કીટમાં ફરી રહ્યા છે. દરેક ફેબ્રિક અને એક્સેસરીઝને સેનિટાઈઝ કરીને જ ઉપયોગમાં લેવામાં આવે છે. બહારથી ફેબ્રિક મગાવવાને બદલે હું લોકલ ફેબ્રિકમાં જ ક્રિએટિવિટી ઉમેરું છું. બચ્ચન સરની વેનિટીમાં જતા પહેલાં વ્યક્તિ આખી સેનિટાઈઝ થાય છે. સેટ પર પણ સેનિટાઈઝેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.’

બિગ બીની આ સીઝનની કપડાંની સ્ટાઈલ વિશે પ્રિયાએ કહ્યું કે, આ વર્ષે અમે લુકમાં બહુ ઓછા ફેરફાર કર્યા છે. ગયા વર્ષની જેમ બંધગળાના થ્રીપીસ શૂટ ડિઝાઈન કર્યા છે. કોરોના ટાઈમમાં ફિઝિકલ કોન્ટેક્ટ ઓછો થાય આથી ‘કોલર પિન’ રાખી છે.

https://www.instagram.com/p/CE9cpxRpC50/?utm_source=ig_embed

ફેબ્રિક્સની વાત કરીએ તો બિગ બીનું ફેબ્રિક ઇટલીથી આવતું હતું, જે ઘણું સોફ્ટ હોય છે. શૂટ પર લગાવવામાં આવતા બટનનો ઓર્ડર દુનિયાભરના દેશોમાંથી ઓર્ડર કરવામાં આવે છે. ઇટલીની ફેમસ ફેશન કંપની ડોલ્સ એન્ડ ગબાના સોફ્ટ ફેબ્રિક પ્રોવાઈડ કરતી હતી, પણ આ વર્ષે લોકલ ફેબ્રિકને જ વધારે મહત્ત્વ આપ્યું છે.

ગુજ્જુ છોરી પ્રિયા પાટિલ

પ્રિયા મૂળ ગુજરાતી છે. તેનો જન્મ વડોદરાના સયાજીગંજમાં થયો હતો. પ્રિયા જ્યારે પ્રથમ ધોરણમાં હતી ત્યારે તે તેના પરિવાર સાથે મુંબઈ આવી ગઈ હતી. હાલ તે અમિતાભ બચ્ચનની સ્ટાઇલિસ્ટ અને ડિઝાઈનર તરીકે પોતાની ઇમેજ ધરાવે છે.

પ્રિયાની માતા સાથે બિગ બીએ શુદ્ધ હિન્દીમાં વાત કરી હતી

બિગ બી સાથેના પોતાના અનુભવ વિશે પ્રિયાએ કહ્યું કે, ‘બચ્ચન સર સાથેની મારી પ્રથમ મુલાકાત મને આજે પણ યાદ છે. આખી ટીમ સેટ પર હાજર હતી ત્યાં અચાનક બિગ બી વેનિટી વેનમાં ઉતરીને આવ્યા અને પૂછવા લાગ્યા કે, હુ ઇઝ પ્રિયા? તે સમયે તો મને પણ મનમાં આમ વિચાર આવ્યો કે, આટલા બધા લોકોમાં સરે મારું નામ કેમ લીધું? પછી મેં કહ્યું-હું પ્રિયા છું. તેમણે મને કહ્યું કે-તમે ચાવી ઘરે ભૂલી ગયા છો, તમારી માતાનો ફોન હતો. આ સાંભળીને હું તો બે મિનિટ માટે સ્તબ્ધ થઈ ગઈ હતી, કે મારી ચાવી વિશે સરને કેવી રીતે ખબર? પછી મને મમ્મીનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે- તેમણે કોઈ શુદ્ધ હિન્દી બોલતા ક્રૂ મેમ્બરને જણાવ્યું હતું કે હું ચાવી ઘરે ભૂલી ગઈ છું. હવે મમ્મીને કેવી રીતે સમજાવું કે, જેને તેઓ સામાન્ય ક્રૂ મેમ્બર સમજતા હતા તે પોતે બિગ બી પોતે હતા. ત્યાર પછી તો અમિતાભ બચ્ચન સાથે કરેલી વાતનો કિસ્સો મારી મમ્મી મારા સંબંધીઓને ફોન કરીને કહેવા લાગી. સર ઘણા ડાઉન ટુ અર્થ છે.’

‘સરને લીધે ડ્રેસની રોનક વધે છે’

પ્રિયા પાટિલ જણાવે છે કે, હું ડિઝાઇન કરું છું એટલે તે કપડાં ફેમસ નથી થતા, પણ અમિતાભ બચ્ચન મારા ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે એટલે તે કપડાંની રોનકમાં ચાર ચાંદ લાગી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here