હોસ્પિટલમાં બિગ બીનો ત્રીજો દિવસ : બ્લોગમાં ચાહકોનો આભાર વ્યક્ત કરીને કહ્યું- હું નતમસ્તક છું, કોલકાતામાં અમિતાભ માટે નોન-સ્ટોપ મહામૃત્યુંજય જાપ

0
13

અમિતાભ બચ્ચન છેલ્લાં ત્રણ દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમનો કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ છે અને તેમની તબિયત સારી છે. ચાહકો સતત બિગ બીની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યાં છે અને બિગ બી ચાહકોનો આભાર માની રહ્યાં છે. 13 જુલાઈની રાત્રે અમિતાભે બ્લોગમાં કવિતા લખીને ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ચાહકોની ભાવના તથા પ્રાર્થના આગળ તેઓ નતમસ્તક છે.

ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું, અમિતાભ તથા અભિષેકની તબિયત સ્થિર છે. બંનેને હજી સાત દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે.

અમિતાભની કવિતા

પ્રાર્થનાઓ, સદભાવનાઓ કી મૂસલાધાર બારિશ ને
સ્નેહ રૂપી બંધન કા બાંધ તોડ દિયા હૈં,
બહ ગયા, તર કર દિયા મુઝે ઈસ અપાર પ્યાર ને,
મેરે એકાકીપન કે અંધેરે કો જો તુમને,
પ્રજ્વલિત કર દિયા હૈં
વ્યક્તિગત આભાર મૈં વ્યક્ત ન કર પાઉંગા,
બસ શીશ ઝુકાકે નતમસ્તક હૂં મૈં

કોલકાતામાં નોન-સ્ટોપ મહામૃત્યુંજય યજ્ઞ

કોલકાતામાં અમિતાભ બચ્ચનના ચાહકો તેમની તથા તેમના પરિવારની સલામતી માટે નોન-સ્ટોપ મહામૃત્યુંજય યજ્ઞ કરી રહ્યાં છે. ચાહકોએ કહ્યું હતું કે આ યજ્ઞ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી બચ્ચન પરિવાર કોરોનાવાઈરસથી પૂરી રીતે ઠીક ના થઈ જાય. અમિતાભ બચ્ચનના ફેન્સ એસોસિયેશનના સભ્ય સંજય પટોડિયાએ આ માહિતી આપી હતી. આ યજ્ઞનું આયોજન કોલકાતાના બોન્ડેલ ગેટ વિસ્તારમાં આવેલા બચ્ચનના મંદિરમાં કરવામાં આવ્યું હતું. જોકે, સતત વરસાદ પડતો હોવાને કારણે આ યજ્ઞ મંદિરની બાજુમાં આવેલા સંજય પટોડિયાના ફ્લેટમાં રવિવાર, 12 જુલાઈથી ચાલી રહ્યો છે.

શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમિતાભ તથા અભિષેકનો રિપોર્ટ 11 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. બીજા દિવસે એટલે કે 12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઐશ્વર્યા તથા આરાધ્યા ઘરે જ રહીને સારવાર કરાવી રહ્યાં છે. જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિતાભના ચારેય બંગલા (પ્રતિક્ષા, જનક, જલસા તથા વત્સ)ને સીલ કરી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here