2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગત રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં 8 મહાનગરના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકના બીજા જ દિવસે 3 જીલ્લા અને 1 શહેરનાં પ્રમુખોની બદલી કરવામાં આવતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યારે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરીયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે શહેર પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણૂંક કરવામાં આવી છે. ગાંધીનગરમાં મળેળી શહેર ભાજપ કારોબારીની બેઠક બાદ નિર્ણય અચાનક જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કચ્છ, રાજકોટ, મોરબી જીલ્લા તેમજ રાજકોટ શહેર પ્રમુખની અચાનક નવી નિમણૂંક કરવામાં આવી છે.
રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા શહેર અને જીલ્લા પ્રમુખ બદલાતા ભાજપમાં ચાલી રહેલ આંતરિક કલહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ગાંધીનગર ખાતે શહેર ભાજપની કારોબારીની બેઠક મળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની કામગીરી પર અનેક આક્ષેપ થયા હતા. તેમજ રાજકોટના વોર્ડ નં. 18 સહિત કેટલાક વોર્ડમાં જૂથવાદ શરૂ થયો હતો.