Tuesday, September 21, 2021
Homeમોટી કંપનીના CEO માલામાલ : કંપનીએ 30 હજાર લોકોની નોકરી છીનવી પણ...
Array

મોટી કંપનીના CEO માલામાલ : કંપનીએ 30 હજાર લોકોની નોકરી છીનવી પણ CEOને 158 કરોડ રૂ. આપ્યા

કોરોના વાઇરસે આખી દુનિયાને આર્થિક સંકટમાં મૂકી દીધી. 2020માં અમેરિકામાં લાખો લોકોની નોકરી છીનવાઇ, ઘણી કંપનીઓ પણ બંધ થવાના આરે આવી પહોંચી પરંતુ આવા સમયમાં પણ ઘણી કંપનીઓના સીઇઓના પગાર તથા તેમને વધારાના પેકેજ તરીકે મળતી રકમ પર કોઇ અસર ન થઇ. વિમાન બનાવતી કંપની બોઇંગની વાત કરીએ તો ગત વર્ષે તેનો દેખાવ ઘણો ખરાબ હતો. મહામારીએ તેનો બિઝનેસ ખતમ કરી દીધો અને કંપનીએ 30,000 કર્મચારીની છટણી કરી.

કંપનીને અંદાજે 90 હજાર કરોડ રૂ.નું નુકસાન થયું. તે છતાં કંપનીના સીઇઓ ડેવિડ કેલહોનને 158 કરોડ રૂ. મળ્યા. નોર્વેજિયન ક્રૂઝ લાઇન 2020માં મુશ્કેલીમાં મુકાતી બચી. ક્રૂઝ ઇન્ડસ્ટ્રીમાં મંદીના કારણે કંપનીને 20 હજાર કરોડ રૂ.નું નુકસાન થયું અને તેણે 20% કર્મચારીઓની છટણી કરી પરંતુ કંપનીના સીઇઓ ફ્રેન્ક ડેલ રિયોને વેતનના બમણાથી વધુ 3.64 કરોડ ડોલર (અંદાજે 273 કરોડ રૂ.) આપ્યા. હિલ્ટન, જ્યાં આશરે ચોથા ભાગના કોર્પોરેટ કર્મચારીઓને બેસાડી દીધા છે. હોટલો ખાલી હતી અને કંપનીને રૂ. 5400 કરોડનું નુકસાન થયું છે છતાં હિલ્ટને સીઈઓ ક્રિસ નોસેટ્ટાને 2020માં રૂ. 419 કરોડનું વળતર આપ્યું.

બ્લુમબર્ગના મતે, દુનિયાના ટોપ-10 ધનવાનોમાં 8 એવા છે, જેમણે અમેરિકામાં ટેક્નોલોજી કંપનીઓ સ્થાપિત કરીને 2020માં અબજો ડૉલરની કમાણી કરી. એમેઝોનના માલિક જેફ બેઝોસે પણ લૉકડાઉનમાં અબજો ડૉલરની કમાણી કરી. તેઓ આશરે રૂ. 15 લાખ કરોડના માલિક છે. ગૂગલના લેરી પેજે છેલ્લા 4 મહિનામાં 20 અબજ ડૉલર (આશરે રૂ. દોઢ લાખ કરોડ)ની કમાણી કરી છે. અમેરિકામાં સીઈઓને વળતર અને સરેરાશ કર્મચારીના વેતન વચ્ચેની ખાઈ છેલ્લા દસકાઓમાં ઘણી વધી છે. કોરોનાકાળે આ અસમાનતા ઘણી વધારી છે.

અમેરિકામાં સામાન્ય કર્મીઓની તુલનામાં સીઈઓને 320 ગણા લાભ
અમેરિકન ઈકોનોમિક પોલિસી ઈન્સ્ટિટ્યુટના મતે, મોટી કંપનીઓના સીઈઓને સામાન્ય કર્મચારીથી સરેરાશ 320 ગણા વધારે લાભ મળે છે. 1989માં આ દર 61:1 હતો. 1978થી 2019 સુધી વિશિષ્ટ શ્રમિકોનું વળતર 14% વધ્યું, જ્યારે સીઈઓનું 1167% વધ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments