Tuesday, February 11, 2025
HomeદેશNATIONAL : દિવાળી પહેલાં ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું નિષ્ફળ, ઉત્તરાખંડમાં રેલવે ટ્રેક...

NATIONAL : દિવાળી પહેલાં ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું નિષ્ફળ, ઉત્તરાખંડમાં રેલવે ટ્રેક પર મળ્યો ‘ડિટોનેટર’

- Advertisement -

ઉત્તરાખંડમાં દિવાળી પહેલાં મોટી ઘટનાના કાવતરાંનો પર્દાફાશ થયો છે. દેહરાદૂનમાં રેલવે ટ્રેક પર ડેટોનેટર મળતા ચકચારી મચી ગઈ હતી. હરિદ્વારથી દેહરાદૂન જતા રેલવે ટ્રેક પર ડેટોનેટર મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, તહેવારની સિઝનમાં ટ્રેનને નુકસાન પહોંચાડવાનું કાવરતરૂં ઘડવામાં આવ્યું હતું. પરંતુ, રેલવે કર્મચારીઓની સતર્કતાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડવાની આ ઘટના હરિદ્વારના મોતીચૂર રેલવે સ્ટેશન પાસેની છે. આ વિશે જાણકારી મળતકં જ સ્થાનિક સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ ગઈ છે. આ મામલે પોલીસે ઉત્તર પ્રદેશના રામપુરમાં રહેતા એક યુવકની રેલવે ટ્રેક પાસેથી અટકાયત કરવામાં આવી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ શખસે જ આ ડેટોનેટર લગાવ્યું હતું.

પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, ટ્રેક પર ડેટોનેટરની માહિતી મળતાં જ લોકો ગભરાઈ ગયાં હતાં. માહિતી મળતાં જ લોકલ પોલીસથી લઈને અન્ય સુરક્ષા એજન્સી તુરંત હરકતમાં આવી ગઈ. આ દરમિયાન કેમેરામાં એક યુવક રેલવે ટ્રેક પર શંકાસ્પદ હાલમાં ફરતો જોવા મળ્યો હતો. પોલીસે એક્શન લેતા તુરંત યુવકની ઓળખ કરી તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. યુવકની ઓળખ ઉત્તર પ્રદેશના રામપુરના રહેવાસી અશોકના રૂપે થઈ છે. પોલીસે હાલ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે.

ડેટોનેટર એક વિસ્ફોટક હોય છે. તે ફટાકડાની જેમ મોટો અવાજ કરે છે. સામાન્ય રીતે શિયાળામાં ધુમ્મસ દરમિયાન રેલવે પોતે જ આ ડેટોનેટર લગાવે છે. જેનાથી નક્કી સમય પહેલાં ઈમરજન્સી હાલમાં ટ્રેનને રોકી શકાય. આ નાકડા બટનની જેવું દેખાય છે. જ્યારે પણ ટ્રેન તેના ઉપરથી પસાર થાય તો વિસ્ફોટ થાય છે અને તે જોરથી અવાજ કરે છે. પરંતુ તેનો ઉપયોગ તોફાની તત્વો રેલવેને નિશાનો બનાવવા માટે પણ કરે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular