Friday, August 6, 2021
HomeGSTનો મોટો નિર્ણય : નાણાં મંત્રીએ કહ્યું કે બેઠકમાં બ્લેક ફંગસની દવાઓ...
Array

GSTનો મોટો નિર્ણય : નાણાં મંત્રીએ કહ્યું કે બેઠકમાં બ્લેક ફંગસની દવાઓ પર ટેક્સમાં રાહત

GST કાઉન્સિલની 44મી બેઠક ખતમ થઈ ગઈ છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપી. નાણાં મંત્રીએ કહ્યું કે બેઠકમાં બ્લેક ફંગસની દવાઓ પર ટેક્સમાં રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલી દવાઓ અને એમ્બ્યુલન્સ સહિત અન્ય ઉપકરણો પર પણ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેઠકમાં કોવિડની વેક્સિન પર 5% GSTને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GSTના રેટમાં આ ઘટાડો સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.

એમ્બ્યુલન્સ પર હવે 12% GST
GST કાઉન્સિલની બેઠકમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં આવનારી એમ્બ્યુલન્સ પર ટેક્સ રેટમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કાઉન્સિલે એમ્બ્યુલન્સ પર GSTના રેટ ઘટાડીને 12% કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સ પર 28%ના રેટથી GST વસૂલવામાં આવતો હતો. બ્લેક ફંગસની સારવામાં Tocilizumab અને એમફોથ્રેસિન-બીનો ઉપયોગ થાય છે. કાઉન્સિલે આ દવાઓ પર GST ન લેવાનો નિર્ણય કર્યો છે.

આ વસ્તુઓ પર પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો

  • ઓક્સીમીટર પર 12%થી ઘટાડીને 5% કર્યા.
  • વેન્ટિલેટર પર 12%થી ઘટાડીને 5% કર્યા.
  • રેમડેસિવિર પર 12%થી ઘટાડીને 5% કર્યા.
  • મેડિકલ ગ્રેડ ઓક્સિજન પર 12%થી ઘટાડીને 5% કર્યા.
  • BiPaP મશીન પર ટેક્સ 12%થી ઘટાડીને 5% કર્યા.
  • પલ્સ ઓક્સીમીટર પર 12%થી ઘટાડીને 5% કર્યા.

મંત્રી સમુહની ભલામણ પર મંજુરી
GST કાઉન્સિલે 28 મેનાં રોજ થયેલી બેઠકમાં કોવિડ અને બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવાઓ અને સામાન પર ટેક્સના રેટ પર વિચાર કરવા માટે 8 મંત્રીઓના એક જૂથે નિર્ણય કર્યો હતો. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે મંત્રી સમુહની ભલામણને મંજૂરી આપતા ટેક્સમાં ઘટાડવાનો નિર્ણય કરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments