ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં રીક્ષાચાલકો માટે નક્કી કરાયો યુનિફોર્મ

0
11

રાજ્યમાં રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. રીક્ષાચાલકોને કપડાં ઉપર વાદળી કલરનો એપ્રોન પહેરવો પડશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લીધો છે. રીક્ષાચાલકો સાથે અગાઉ બેઠક યોજાઈ ગઈ હોવાનો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અને આ એપ્રોન રીક્ષાચાલકોને ફરજિયાત પહેરવો જ પડશે. રીક્ષાચાલક એસોસિયેશન અને સરકાર સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે માટે મોટર વાહન અધિનિયમ, 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ કરવા સરકાર વિચારણા કરી રહી હતી. આ અંતર્ગત ઓટોરીક્ષા ડ્રાઈવર્સ સાથે બેઠક કરવામાં આવી હતી. વિવિધ બેઠકોના આધારે અને વિચારણાને અંતે ડ્રાઈવર્સ માટે યુનિફોર્મ નક્કી કરાયો છે.  જે મુજબથી હવે ગુજરાતના રીક્ષાચાલકો પહેરેલ કપડાની ઉપર વાદળી રંગના એપ્રોનને યુનિફોર્મ તરીકે પહેરશે.

આ ઉપરાંત પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ અનુસંધાને ઓટો રિક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવી હતી. આ વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા-વિચારણાના આધારે સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ સંબંધમાં ઠરાવ કર્યો છે. આ ઠરાવ અનુસાર રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે પહેરેલા કપડાને ઉપર વાદળી કલરના એપ્રનને યુનિફોર્મ તરીકે નક્કી કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here