શ્રીલંકન ક્રિકેટ બોર્ડનો મોટો નિર્ણય, 6 નવા સ્ટેડીયમ બનાવશે

0
8

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના દેશમાં ક્રિકેટને વિકસિત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે છ નવા સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકામાં ક્રિકેટનો વધુ વિકાસ કરવા માટે નવા સ્ટેડીયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકામાં જે સ્થાન પર સ્ટેડીયમ નથી, ત્યાં નવા સ્ટેડીયમ તૈયાર થશે.

એક રિપોર્ટ અનુસાર, શ્રીલંકામાં જમીની સ્તરે ક્રિકેટ વિકસાવવા શ્રીલંકન ક્રિકેટ બોર્ડે આ પ્રોજેક્ટ પર કામ કરવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડની એક્શન કમિટી પણ રમતમાં ઓછા વિકસિત ભાગોમાં રોકાણ કરવાના પગલા પર સંમત થઈ છે.

શ્રીલંકાની રાજધાની કોલંબો વેસ્ટર્ન પ્રોવીંસના અંતર્ગત આવે છે. તેમાં કુલ ચાર સ્ટેડીયમ છે. આર પ્રેમદાસા સ્ટેડીયમ અને સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબ તેમાં મુખ્ય છે. શ્રીલંકામાં કુલ દસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ છે. તેમ છતાં બધા પર મેચ રમાતી નથી. ઘણા સ્ટેડીયમ એવા છે જેની ચાહક ક્ષમતા માત્ર ૧૦ હજાર છે. કોલમ્બો ક્રિકેટ ક્લબ સ્ટેડીયમની ચાહક ક્ષમતા છ હજારની છે.

શ્રીલંકાના મેદાનો પર બેટ્સમેનો માટે વધુ મદદ મળતી નથી પરંતુ બોલરોને અહીં વધુ સફળ રહે છે. ત્યાની માટી અને હવામાનના કારણે થયું હશે. એક સમય એવો હતો જ્યારે વનડે ક્રિકેટમાં ત્યાં ૨૨૦ થી ૨૩૦ રનનો સ્કોર પણ પૂરતો માનવામાં આવતો હતો. જો કે, ટી-૨૦ ક્રિકેટના આવવાથી ઓછા સ્કોરની પરંપરામાં બદલાવ આવ્યો છે.

શ્રીલંકાની ટીમ ૨૦૧૫ બાદ સતત નબળી પડી છે. ખાસ કારણ જુના ખેલાડીઓની નિવૃત્તિ હોઈ શકે છે. કુમારા સંગાકારા અને મહિલા જયવર્ધનેના સમયે ટીમ ઘણી મજબૂત હતી. આ સમયે શ્રીલંકાની ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે, એટલા માટે પહેલા જેવી મજબૂત હજુ જોવા મળતી નથી. તેને ફરીથી તેજ ફફોર્મમાં આવવામાં સમય લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here