ઓટો સેક્ટર સાથે જોડાયેલા નાના ઉદ્યોગોને મોટી અસર

0
20

નવી દિલ્હી: ભારતીય ઓટો સેક્ટર અત્યારે અનેક પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે. ઓટો કંપનીઓ દ્વારા હજારો કર્મીઓની છટણી કરાઈ છે, જ્યારે અન્ય હજારો કર્મચારીઓ પર લટકતી તલવાર છે. વિશેષ બાબત એ છે, ભારતીય ઑટો ઉદ્યોગમાં ઝડપથી આવેલી મંદીને કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરનારી 400 કંપનીઓને આ નાણાકીય વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડશે.

2019માં ઑટો ઉદ્યોગમાં આવેલા ઘટાડાની અસર AIFIની આવક પર પણ પડી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે AIFIની વાર્ષિક રાજસ્વ આવક લગભગ 50 હજાર કરોડ રૂપિયા હતી. ભારતીય ફોર્જિંગ ઉદ્યોગ સંઘના બે વરિષ્ઠ સદસ્યોની વાતચીતમાં જાણવા મળ્યું છે કે, ઑટો ઉદ્યોગમાં આવેલા ઘટાડાની અસર 400 સભ્ય ઔદ્યોગિક એકમો પર પડી છે. જે AIFIના અંતર્ગત આવે છે. તેનાથી અસર થનારી કંપનીઓમાં 180થી 200 વિનિર્માણ એકમો છે. 83ટકા નાના પાયાના ઔદ્યોગિક એકમો છે. 9 ટકા મધ્યમ એકમો છે અને બાકી મોટા પાયાના ઔદ્યોગિક નિર્માતા છે.

ઑટો સેક્ટરમાં મંદીથી સૌથી વધારે નાના નાના ઉદ્યોગોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2018-19ના ઉત્પાદનથી ફોર્જિંગ ઉદ્યોગને લગભગ 50 હજાર કરોડ રૂપિયાના રાજસ્વ પ્રાપ્ત થયું હતું. પરંતુ આ નાણાકિય વર્ષમાં ફોર્જિંગ ઇન્ડસ્ટ્રીને 9થી 10 હજાર કરોડ રૂપિયા સુધીનું નુક્સાન થવાનું અનુમાન છે. વાહનોના વેંચાણમાં આવેલા ઘટાડાથી મુખ્ય રીતથી નાના પાયાના એકમોને પ્રભાવિત થશે. તુલનાત્મક રીતથી જોઇએ તો મધ્યમ અને મોટા પાયાના ફોર્જિંગ ઉદ્યોગોના મુકાબલા નાના પાયાની એકમોને વધારે નુકશાન વેઠવું પડશે.

સમસ્યા એ છે કે ઓટો ક્ષેત્રના ઘટાડાને કારણે નાના ઉદ્યોગોના માલનો વપરાશ થઈ રહ્યો નથી. ઓટો પાર્ટ્સનો વપરાશ ન કરવાના કિસ્સામાં તેમને બનાવતી નાની કંપનીઓને મોટું નુકસાન વેઠવું પડશે. જો કાચો માલ બાકી રહે તો તેને બનાવતી કંપનીઓ ઓટો પાર્ટ્સના ભાવ ઘટાડવાની ફરજ પાડશે. પરિણામે, નાના ઉદ્યોગોમાં કાર્યરત મોટી સંખ્યામાં લોકોને નોકરી ગુમાવવી પડી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here