Saturday, July 20, 2024
HomeNATIONALNATIONAL : ચારધામયાત્રાને લઇ મોટા સમાચાર, ખરાબ વાતાવરણને કારણે યાત્રા સ્થગિત,પ્રવાસીઓને સાવધાન...

NATIONAL : ચારધામયાત્રાને લઇ મોટા સમાચાર, ખરાબ વાતાવરણને કારણે યાત્રા સ્થગિત,પ્રવાસીઓને સાવધાન રહવા અપીલ

- Advertisement -

ઉત્તરાખંડમાં સતત ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને રોડધોવાયાની ઘટનાઓ વધી છે. જેના કારણે ચારધામ જતા યાત્રાળુંઓ અટવાયા છે. તંત્ર દ્વારા વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. ગઢવાલ કમિશ્નરે મુસાફરોને પોતપોતાની જગ્યાએ રહેવાની અપીલ કરી હતી.

ચાર ધામ યાત્રા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચારધામ યાત્રા સોમવાર (8મી જુલાઈ)થી પહેલાની જેમ ચાલુ રહેશે. ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ગઢવાલ કમિશનરેટમાં ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. ઉત્તરાખંડમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. વરસાદને કારણે ઉત્તરાખંડમાં નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે.

રાજ્યમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, જેના કારણે ચારધામ યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં ચોમાસાની મોસમમાં વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ગઢવાલ કમિશનરે ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો હતો.

ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ગઢવાલ કમિશનરે તમામ ચારધામ તીર્થયાત્રીઓને પોતપોતાના સ્થળોએ રોકાવાની અપીલ કરી હતી. આવી સ્થિતિમાં આજે સ્થિતિ થોડી સામાન્ય થયા બાદ ચારધામ યાત્રા પર લાગેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં ચારધામ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ રાજ્યમાં સતત વરસાદને કારણે યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી.

ઉત્તરાખંડમાં સતત વરસાદ ચાલુ છે. અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતાં હાલાકી સર્જાઈ છે. ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. કુમાઉના બે જિલ્લા ચંપાવત અને ઉધમ સિંહ નગરમાં પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. વરસાદને કારણે અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

ચાર ધામ યાત્રા પર આવતા ભક્તોએ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે વરસાદના કારણે રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે. ઘણી જગ્યાએ પહાડનો કાટમાળ પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરકાર આ માટે સતત કામ કરી રહી છે. આવી સ્થિતિમાં, મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular