Tuesday, March 25, 2025
HomeBUSINESSBUSINESS : UPI યુઝર્સ માટે મોટા સમાચાર: પહેલી ફેબ્રુઆરીથી બ્લોક થઈ જશે...

BUSINESS : UPI યુઝર્સ માટે મોટા સમાચાર: પહેલી ફેબ્રુઆરીથી બ્લોક થઈ જશે આવા ટ્રાન્ઝેક્શન

- Advertisement -

યુપીઆઈ યુઝર્સ એક ફેબ્રુઆરીથી અમુક આઈડી પર ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. NPCIએ નોટિફિકેશન જાહેર કરી બેન્કો અને નાણાકીય સંસ્થાઓને એક ફેબ્રુઆરીથી સ્પેશિયલ કેરેક્ટર્સ ધરાવતા આઈડી પરથી ન સ્વીકારવા નિર્દેશ કર્યો છે. યુઝર્સ હવે માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ ધરાવતા આઈડીથી જ નાણાકીય લેવડ-દેવડ કરી શકશે.

ડિજિટલ પેમેન્ટમાં 80 ટકા લોકો યુપીઆઈ મારફત પેમેન્ટ કરી રહ્યા છે. શાકભાજીની લારીથી માંડી મોટા-મોટા ટ્રાન્ઝેક્શનમાં પણ યુપીઆઈનો વપરાશ થઈ રહ્યો છે. એવામાં સાયબર ક્રાઈમના વધતા વ્યાપને ધ્યાનમાં રાખતાં NPCIએ આ આદેશ જાહેર કર્યો છે.

NPCIએ યુપીઆઈ ઓપરેટર્સનને ટ્રાન્ઝેક્શન આઈડી માટે આલ્ફાન્યૂમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો હતો. 1 ફેબ્રુઆરીથી આ નિર્દેશનું પાલન ન કરનારાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બ્લોક કરવામાં આવશે. સેન્ટ્રલ સિસ્ટમ સ્પેશિયલ કેરેટક્ટર ધરાવતા આઈડી પરથી ટ્રાન્ઝેક્શન કરવા મંજૂરી આપશે નહીં.

નેશનલ પેમેન્ટ્સ ઈન્ટરફેસ ઓફ ઈન્ડાયએ અગાઉ જ યુપીઆઈ આઈડી માટે સ્પેશિયલ કેરેક્ટરના સ્થાને આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સનો ઉપયોગ કરવા સલાહ આપી હતી. આ મુદ્દે બેન્કોને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ ધરાવતા યુપીઆઈ આઈડી મારફત જ નાણાકીય લેવડ-દેવડ સ્વીકારે.

ઈરાકના મૂળના ખ્રિસ્તી સલવાન મોમિકાને ઈસ્લામના વિરોધમાં કુરાન સળગાવવાના મામલે ગુરુવારે કોર્ટની સમક્ષ રજૂ થવાનું હતું પરંતુ તેના મોતના સમાચાર બાદ સ્ટોકહોમ કોર્ટે સુનાવણી સ્થગતિ કરી દીધી. સ્વીડનની કોર્ટમાં મોમિકા અને એક અન્ય શખ્સ સલવાન નજીમ પર એક વિશેષ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. પ્રોસિક્યૂટર્સે કહ્યું કે બે લોકોએ સ્ટોકહોમની મસ્જિદની બહાર કુરાન સળગાવી અને મુસ્લિમ ધર્મ વિશે વાંધાજનક ટિપ્પણી કરી.

સલવાન મોમિકાએ કહ્યું હતું કે હું ઈસ્લામ વિરુદ્ધ પ્રદર્શન કરવા ઈચ્છતો હતો અને મે કુરાન સળગાવવાની પરવાનગી આપવાની માગ કરી હતી. તે બાદ સ્વીડન પોલીસે એક દિવસ માટે મને ઈસ્લામ વિરુદ્ધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી. 2023માં કુરાન સળગાવવાની મંજૂરી મળ્યા બાદ મોમિકાએ કહ્યું હતું કે અમે કુરાનની પ્રત સળગાવવા જઈ રહ્યાં છીએ. અમે કહેવા માગીએ છીએ કે સ્વીડન હજુ પણ સમય છે, જાગો. આ લોકતંત્ર છે. અમે મુસ્લિમો વિરુદ્ધ નથી પરંતુ અમે તેમના વિચારો અને માન્યતાઓ વિરુદ્ધ છીએ. મુસ્લિમ ધર્મની ખૂબ નકારાત્મક અસર પડી છે અને તેને વિશ્વભરમાં બેન કરવો જોઈએ.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular