સુશાંત કેસને લઈ મોટા સમાચાર, કેન્દ્ર સરકારે CBI તપાસની બિહાર સરકારની સ્વીકારી ભલામણ

0
5

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસ માટે બિહાર સરકારની ભલામણ સ્વીકારી છે. અભિનેત્રી રિયા ચક્રવર્તીની પટનામાં દાખલ થયેલા કેસને મુંબઇ ટ્રાન્સફર કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. આ કેસની સુનાવણી ન્યાયમૂર્તિ રિષિકેશ રોયની ખંડપીઠ કરી રહી છે.

સુશાંતનો મૃતદેહ મુંબઇના બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં છત પરથી લટકતો મળી આવ્યો હતો. મુંબઈ પોલીસ ઉપરાંત બિહાર પોલીસ પણ આ કેસની તપાસમાં સામેલ છે. 25 જુલાઈના રોજ સુશાંતના પિતા કૃષ્ણા કિશોર સિંહે રિયા ચક્રવર્તી, તેના પરિવારના સભ્યો અને છ અન્ય સામે પુત્રને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ કેસ પટનાથી મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવે. સુશાંતના પિતાએ કોર્ટમાં ચેતવણી આપી હતી. આ પછી, બિહાર અને મહારાષ્ટ્ર સરકારે પણ કોર્ટને વિનંતી કરી છે કે આ અરજી પર કોઈ આદેશ આપતા પહેલા, તેમની અરજી પર પણ સુનાવણી થવી જોઈએ.

સુશાંતના પિતાએ આરોપ લગાવ્યો કે ઉભરતી ફિલ્મ અભિનેત્રી રિયાએ તેની કારકીર્દિ આગળ વધારવા માટે મે 2019 માં તેના પુત્ર સાથે મિત્રતા કરી. સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજીમાં ચક્રવર્તીએ આરોપ લગાવ્યો હતો કે રાજપૂતના પિતાએ તેમના પ્રભાવનો ઉપયોગ બિહારના પટનામાં તેની સામે એફઆઈઆર નોંધાવવા માટે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here