ST બસ નિગમનો મહત્વપૂર્ણ નિર્ણય : દિવાળી પહેલા પ્રવાસીઓને આપી મોટી રાહત.

0
13

દિવાળીના તહેવારને લઇને ST મુસાફરો માટે સારા સમાચાર છે. કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન સમયે રાજ્યમાં ST બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ તબક્કાવાર અનલોકમાં છૂટ આપવામાં આવી છે. ત્યારે હાલ રાજ્યમાં તહેવારોને ધ્યાનમાં લઇને લોકોને મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગ દ્વારા 8 રુટ પર વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના તહેવાર અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને ગુજરાતના ST નિગમ દ્વારા નવી 34 પ્રિમીયમ વોલ્વો બસો દોડાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ચોથી નવેમ્બરથી નવી 34 બસો દોડશે. કોરોનાને કારણે 3 તબક્કામાં એસટી નિગમ દ્વારા 40-40 પ્રિમીયમ બસો દોડાવવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. તે અંતર્ગત હાલમાં 120 વોલ્વો સીટર, વોલ્વો સ્લીપર અને બસો દોડી રહી છે ત્યારે દિવાળીને ધ્યાનમાં રાખીને નવી 34 બસો ચલાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

જેમાં ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વોલ્વો બસ દોડશે. ઉપરાંત દિવમાં પણ મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વોલ્વો સીટર અને સ્લીપર બસ શરૂ કરવામા આવશે. ઉપરાંત ભુજથી સુરત, ભુજથી વડોદરા, મુન્દ્રાથી દિવ તેમજ રાજકોટથી નાથદ્વારા એસી સ્લીપર બસ શરૂ કરવામા આવશે. એટલે કે 189 પૈકી 154 બસોનુ ઓપરેટિંગ શરૂ થતા મુસાફરોને રાહત રહેશે અને આનુ બુકિંગ પણ શરૂ કરી દેવામા આવ્યુ છે. મુસાફરોને કોરોનાની ગાઇડલાઇને અનુરૂપ પ્રવેશ અપાશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે દિવાળીના તહેવાર અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને ST નિગમ દ્વારા 4 નવેમ્બરથી વધુ 34 પ્રિમીયમ વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે ST નિગમ દ્વારા 3 તબક્કામાં 40-40 પ્રિમીયમ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાલમાં 120 વોલ્વો સીટર, વોલ્વો સ્લીપર બસો દોડી રહી છે. ત્યારે દિવાળીને ધ્યાને રાખીને વધુ 34 બસો ચલાવવામાં આવશે. જેમાં ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વોલ્વો બસ દોડશે. ઉપરાંત દીવમાં પણ મુસાફરોના ઘસારાને ધ્યાને રાખીને વોલ્વો સીટર અને સ્લીપર બસ શરૂ કરાશે. તેમજ ભુજથી સુરત, ભુજથી વડોદરા, મુન્દ્રાથી દીવ તેમજ રાજકોટથી નાથદ્વારા AC સ્લીપર બસ શરૂ કરવામાં આવશે. જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here