હવાલા રેકેટમાં પકડાયેલા ચીની નાગરિક વિશે મોટો ખુલાસો, દલાઈ લામાની કરી રહ્યો હતો જાસૂસી

0
0

તાજેતરમાં હવાલા રેકેટમાં ધરપકડ કરાયેલા ચીની નાગરિક ચાર્લી પેંગ વિશે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તપાસમાં જાણવામાં આવ્યુ છે. ચાર્લી પેંગ દિલ્હીમાં અમુક લામાઓના સંપર્કમાં હતો. તપાસ અધિકારીઓ દ્વારા એવો અંદાજો લગાવવમાં આવી રહ્યો છે કે તે બૌદ્ધ ધર્મનાં સૌથી મોટા ગુરૂ દલાઈ લામા અને તેમના સહયોગીઓ વિશેની માહિતી જમા કરી રહ્યો હતો.

તપાસની શરૂઆતમાં જાણવા મળ્યુ હતુ કે ચાર્લી પેંગે દિલ્હીમાં અમુક લામાઓ અને અન્ય વ્યક્તિઓને રૂપિયા આપ્યા હતા. દિલ્હીના મજનૂ કા ટીલા વિસ્તારમાં બૌદ્ધ લોકોની મોટી વસ્તી રહે છે. પંગે કહ્યુ હતુ કે તે પહેલીવાર 2014 માં ભારત આવ્યો હતો અને નૂડલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here