Friday, September 17, 2021
Homeહત્યાકાંડ : વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયાના માલિક મનસુખ હિરેનની હત્યાના મામલામાં નવો ખુલાસો
Array

હત્યાકાંડ : વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયાના માલિક મનસુખ હિરેનની હત્યાના મામલામાં નવો ખુલાસો

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની પાસેથી મળેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયાના માલિક મનસુખ હિરેનની હત્યાના મામલામાં નવો ખુલાસો થયો છે. મંગળવારે આ મામલામાં કોર્ટમાં સુનાવણી દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ જણાવ્યું કે મનસુખની હત્યા કરાવવા માટે 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. NIAએ આ મામલામાં ચાર્જશીટ રજૂ કરવા માટે કોર્ટ પાસે વધુ 30 દિવસનો સમય માંગ્યો છે.

ફન્ડિંગનો સોર્સ જાણવાનો હજી બાકી
મનસુખ મામલામાં ચાર્જશીટ રજૂ કરવા માટે સ્પેશિયલ કોર્ટે 9 જૂને NIAએને 2 મહિનાનો સમય આપ્યો હતો. NIAનું કહેવું છે કે આ મામલામાં ફન્ડિંગ કોણે આપ્યું હતું, તે શોધવાની જરૂરિયાત છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 150 સાક્ષીઓએ નિવેદન આપ્યું છે. એક ટીમે તપાસ માટે દિલ્હી જઈને કેટલાક લોકો સાથે પુછપરછ કરી છે.

NIA બે ફોનની પણ તપાસ કરી રહ્યું છે
મનસુખ મામલામાં NIAએ બે ફોન કબ્જામાં લીધા છે. આ ફોન દિલ્હીની તિહાડ જેલમાં બંધ ઈન્ડિયન મુજહિદીનના કથિત તહસીન અખ્તર પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા. અખ્તરે એ વાત સ્વીકારી છે કે આ બંને ફોન તેના જ છે. આ અંગે NIAએ કોર્ટને જણાવ્યું કે આ ફોનની તપાસમાં ઘણા મહત્ત્વના ખુલાસા થઈ શકે છે, આ માટે થોડો વધુ સમય જોઈએ.

25 ફેબ્રુઆરીએ એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળી હતી. તેના થોડા દિવસ પછી ટેલિગ્રામ પર બે મેસેજ મોકલીને જૈશ-ઉલ-હિંદ નામના આતંકી સંગઠને વિસ્ફોટક રાખવાની જવાબદારી લીધી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અખ્તરે NIAને જણાવ્યું કે ટેલિગ્રામ પર મેસેજ તેણે મોકલ્યા ન હતા. જ્યારે NIA આ મામલામાં મુંબઈ પોલીસના એક સીનિયર અધિકારીની વિરુદ્ધ મળેલા સબુતોની પણ તપાસ કરી રહી છે. તાપાસ પછી આ અધિકારીની ધરપકડની પરવાનગી પણ માંગવામાં આવશે.

મનસુખ કેસમાં અત્યાર સુધીમાં આ લોકોની ધરપકડ થઈ
મનસુખ મામલામાં NIAએ અત્યાર સુધીમાં મુંબઈ પોલિસના સસ્પેન્ડ API સચિન વઝે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા, રિયાજુદ્દીન કાજી અને સુનીલ માણેની ધરપકડ કરી ચુકી છે. NIAએ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ સટ્ટેબાજ નરેશ ગોરની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments