નીતીશ કુમારને મોટો આંચકો, ઝારખંડમા જેડીયુના ચુંટણી સિમ્બોલ પર પ્રતિબંધ

0
0

બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતીશ કુમારને ચુંટણી પંચે મોટો આંચકો આપ્યો છે. ચુંટણી પંચે ઝારખંડમા અને મહારાષ્ટ્રમા તેમના ચૂંટણી નિશાન તીરને પ્રતિબંધીત કરી દીધું છે. ચુંટણી પંચે ઝારખંડમા જેડીયુના ચિન્હને પ્રતિબંધીત કરતા હવે ઝારખંડમા યોજાનારી વિધાનસભા ચુંટણીમાં નીતીશ કુમારની પાર્ટી જેડીયુ ચુંટણી નહીં લડી શકે.

જાણકારી અનુસાર, ઝારખંડ મુકિત મોર્ચાની ફરિયાદ પર ભારતીય ચુંટણી પંચે જેડીયુના ઝારખંડના સિમ્બોલ ફ્રીઝ કરી દીધું છે. જેએમએમએ ભારતીય ચુંટણી પંચને ફરિયાદ કરી હતી કે જેડીયુની નિશાન જેએમએમ જેવું જ છે. જેના લીધે મતદાન સમયે જનતાને ભ્રમ પેદા થાય છે.

ભાજપના નેતૃત્વવાળા એનડીએનો હિસ્સો બન્યા બાદ પણ જનતા દળ યુનાઈટેડે ઝારખંડમા એકલા હાથે ચુંટણી લડવાનો નિર્ણય લીધો હતો. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતીશ કુમાર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ સાલખન મુર્મુએ એકલા ચુંટણી લડવાની જાહેરાત કરી હતી.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે અમે કેટલી બેઠકો પર ચુંટણી લડીશું તે અમને જીતાડનારા ઉમેદવારો કેટલા મળે છે તેની પર નિર્ભર કરે છે. જો અમને સારા ઉમેદવાર નહીં મળે તો તમામ ૮૧ બેઠકો પર ચુંટણી લડવાના બદલે પસંદગીની બેઠકો પર જ ચુંટણી લડીશું. જેડીયુએ ઝારખંડમા પક્ષને મજબુત કરવા માટે બિહારના સરકારના મંત્રી રામસેવકસિંહને પ્રભારી બનાવ્યા છે. આ જ વર્ષે ઝારખંડમા યોજાનારી ચુંટણીમાં જેડીયુ તેનું ખાતું ખોલાવવાની ફિરાકમાં હતું. તેમણે કહ્યું હતું કે ઝારખંડમા જેડીયુની સભ્યપદ અભિયના જોરશોરથી ચાલી રહ્યું છે. તેમજ અત્યાર સુધી ૫૦ હજારથી પણ વધારે સભ્યો બની ચુક્યા છે. તેવા સમયે ચુંટણી પૂર્વે જ જેડીયુને મોટો આંચકો લાગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here