Thursday, August 5, 2021
No menu items!
Homeકોરોના વર્લ્ડ : અમેરિકાની કંપની મોડર્નાની વેક્સીનને મોટી સફળતા, વાનરોમાં વાઈરસ રોકવાની...
Array

કોરોના વર્લ્ડ : અમેરિકાની કંપની મોડર્નાની વેક્સીનને મોટી સફળતા, વાનરોમાં વાઈરસ રોકવાની સાથે ટ્રાન્સમિશન પણ ઓછું કર્યું

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 69 લાખ 22 હજાર 458 કેસ નોંધાયા છે. 6.64 લાખ લોકોના મોત થયા છે. 1 કરોડ 4 લાખ 86 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાની કોવિડ-19 વેક્સીનની વાંનરો ઉપર પોઝિટિવ અસર જોવા મળી છે. આ વેક્સીને વાનરોના નાક અને ફેફસામાં સંક્રમણને રોકી દીધું છે.

વેક્સીનના ઉપયોગ પછી નાક અને ફેફસામાં વાઈરસની કોપી બનવાનું બંધ થઈ ગયું છે. નાકમાં વાઈરસની કોપી ન બનવાથી વાઈરસનું ટ્રાન્સમિશન થતું નથી. જ્યારે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીનું વાનરો ઉપર ટ્રાયલ થયું હતું ત્યારે આવા પરીણામ ન હતા આવ્યા. આવામાં મોર્ડના વેક્સીનને લઈને આશા વધી ગઈ છે.

અમેરિકા: ટ્રમ્પે કહ્યુ- શરૂઆતના સ્ટેજમાં કામ કરે છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે દવા કોરોનાના શરૂઆતના સ્ટેજમાં બચાવે છે. ઘણા મેડીકલ વર્કર તેની સાથે સહમત પણ છે. મે મહિનામાં ટ્રમ્પે કહ્યું હતું કે તે રોજ હાઈડ્રોક્સીક્લોરોક્વીન લઈ રહ્યા છે. ટ્રમ્પ તેને ગેમચેન્જર દવા ગણાવે છે.

ટ્રમ્પે કહ્યું કે કોરોનાની રસી તૈયાર થયા પછી અમેરિકા બીજા દેશોમાં તેની સપ્લાઈ કરી શકે છે. એક રિપોર્ટ મુજબ અમેરિકા આ વર્ષના અંતમાં અથવા 2021ની શરૂઆતમાં રસી બનાવી લે તેવી આશા છે.

સાઉદી અરબ: સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે હજ શરુ
સાઉદી અરબમાં બુધવારથી હજ શરૂ થઈ છે. જોકે તેમા સોશિયલ ડિસ્ટેંસિંગનું ધ્યાન રાખવામાં આવશે. અહીં આવનાર તમામે એક દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે. એકવારમાં માત્ર 20 શ્રદ્ધાળુઓને મક્કા જવાની પરવાનગી અપાઈ રહી છે. આ વખતે વિદેશી શ્રદ્ધાળુઓને અહીં આવવાની પરવાનગી અપાઈ નથી.

ઈટાલી: લોકડાઉન 15 ઓક્ટોબર સુધી લંબાવાયું
ઈટાલીમાં લોકડાઉનનો સમય 15 ઓક્ટોબર સુધી લંબાવાયું છે.ઈટાલીના પ્રધાનમંત્રીએ સંસદમાં પ્રતિબંધો લંબાવવાનું સૂચન કર્યું હતું. જેને ચર્ચા પછી મંજૂરી મળી ગઈ છે.

તુર્કી: સંક્રમણના 963 કેસ
તુર્કીમાં 24 કલાકમાં સંક્રમણના 963 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ સંક્રમિત 2 લાખ 27 હજાર 982 થયા છે. અત્યાર સુધીમાં 5645 લોકોના મોત થયા છે.

ઈઝરાયલમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ નોંધાયા
ઈઝરાયલમાં 24 કલાકમાં 2308 નવા કેસ નોંધાયા છે. દેશમાં પ્રથમવાર એકજ દિવસમાં આટલા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. અહીં સંક્રમિતોની સંખ્યા 66 હજાર 293 થઈ છે અને 486 લોકોના મોત થયા છે.

ચીનમાં 24 કલાકમાં 101 નવા કેસ નોંધાયા
ચીનમાં છેલ્લા 24 કલાકમાં 101 નવા કેસ નોંધાયા છે. ચીનમાં અત્યાર સુધીમાં 83 હજાર 959 કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments