રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટી અપડેટ
સોનમ હાલ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર
ચારેય આરોપીઓને પોલીસ મેઘાલય લઈ જશે
દેશના સૌથી સનસનાટીભર્યા હનીમૂન હત્યા કેસમાં મેઘાલય પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે રાજા રઘુવંશીની પત્ની સોનમ રઘુવંશી, તેના પ્રેમી રાજ કુશવાહા અને હત્યામાં સંડોવાયેલા ત્રણ કોન્ટ્રાક્ટ કિલરોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ સોનમનો પ્રેમી રાજ કુશવાહા છે. મળતી માહિતી મુજબ સોમવારે મોડી સાંજે મેઘાલય પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી જ્યાંથી કોર્ટે તેને ૩ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલી દીધી છે. મેઘાલય પોલીસ સોનમને રોડ માર્ગે પટના લઈ જઈ રહી છે જ્યાંથી આજે બપોરે ફ્લાઇટ દ્વારા મેઘાલય લઈ જશે. દરમિયાન, આ કેસના અન્ય આરોપીઓ, સોનમના પ્રેમી રાજ કુશવાહા અને બે કોન્ટ્રાક્ટ કિલર વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂતને પણ મેઘાલય પોલીસે સોમવારે ઇન્દોર કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાંથી કોર્ટે ત્રણેયને 7 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલી દીધા હતા. ત્રીજા હત્યારા આનંદ કુર્મીને આજે પોલીસ કોર્ટમાં રજૂ કરશે, ત્યારબાદ મેઘાલય પોલીસ ચારેય આરોપીઓને ફ્લાઇટ દ્વારા મેઘાલય લઈ જશે.તેમજ શિલોંગ લાવ્યા બાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ કોર્ટ પાસેથી આરોપીઓના રિમાન્ડ માંગશે, ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવશે. ગુનાના દ્રશ્યને ફરીથી બનાવવા માટે આરોપીઓને ગુનાના સ્થળે લઈ જઈ શકાય છે.